SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦૨] આ વિનન્દનસૂરિ સ્મારક યિક પંડિત શશિનાથ ઝા, અને બીજા વ્યાકરણાચાર્ય મુકુન્દ ઝા. આ બન્ને પંડિતે પાસે આચાર્ય મહારાજે સમગ્ર શાસ્ત્રોનો અને વ્યાકરણનો સંપૂર્ણ અભ્યાસ કર્યો અને એમના ગુરુવર્ય શ્રી ઉદયસૂરીશ્વરજી પાસે એમણે તિષ અને શિલ્પશાસ્ત્રને અભ્યાસ કર્યો. આ આકર પાંડિત્ય પ્રાપ્ત કર્યા પછી નાની ઉંમરમાં જ એ આચાર્ય થયા. અપૂર્વ પાંડિત્ય, ઉત્તમ દાર્શનિકતા, જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રનું આશ્ચર્યજનક તલસ્પર્શી જ્ઞાન, અપ્રતિમ વકતૃત્વ છટા, પીયૂષપ્રસ્યન્દિની વાણી, અસાધારણ કવિત્વશક્તિ, અદષ્ટપૂર્વવત્સલભાવ, નિરભિમાનિતા, ઉદારતા, અનાગ્રહ, વ્યાખ્યાનમાં સમગ્ર ધર્મોની રેચક, તાર્કિક, બુદ્ધિગમ્ય સાધક, વિધાયક અને સર્વને નતમસ્તક કરનારી સમન્વિત સમીક્ષા, વિદ્યાપ્રિયતા, ગુણજ્ઞતા, મર્મજ્ઞતા અને સાથે સાથે જૈન ધર્મનાં સનાતન તત્ત્વોની હૃદયંગમ છણાવટ–આ બધી સંપત્તિ આપણું આચાર્ય પ્રવરના પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વની અસાધારણ લોકપ્રિયતાના મૂળમાં હતી અને આ કારણથી જેન તેમ જ જૈનતર જનતા એમ સર્વનું એમના તરફ અભૂતપૂર્વ ભક્તિનમ્ર આકર્ષણ હતું. આમ સર્વોત્તમ સાત્ત્વિક સંપત્તિની અને આકર પાંડિત્યની પ્રાપ્તિની સાથે સામા માણસના મનને અને તેમાં ચાલી રહેલા વિચારને સંપૂર્ણ રીતે આરપાર સચોટ સમજી લેવાની પ્રજ્ઞાવત્તા અને તે વિચારેને સુધાશીતલ વિધાયક તાર્કિક ભઠ્ઠીમાં શુદ્ધ કરીને તે માણસને વાત્સલ્યમાં તરબોળ કર્યા પછીથી જ તે વિચારે તેને સોંપી દેવાની અને તેને અનુકૂળ કરી લેવાની વિરલ રચનાત્મક લૌકિકતા આપણા આચાર્યવરેણ્યમાં પદે પદે પ્રત્યક્ષ થતી હતી. ખરેખર, એ તો અભિનવ શાસનસમ્રાટ જ હતા. આવી હતી એમની સર્વ દિગામિની વિજયવતી દિવ્ય પ્રતિભા. તીર્થોને ઉદ્ધાર અને ઉપધાનાદિ અનેક વ્રતોનાં સફળ આયેજને–આ બધાં કર્તવ્ય તો એમને સહજસિદ્ધ હતાં. અપૂર્વ ગુરુભક્તિ, ધર્માભિવૃદ્ધિ, સમુદાયમાં જ્ઞાનવિનયાધાન, જિનેશ્વરના ચરણારવિન્દોમાં ભ્રમરાચિત અવસ્થા–આ સર્વનું અધિકરણ એટલે આપણા આચાર્ય પ્રવરનું જીવન. છેવટે, એમની જીવનયાત્રાને ઉપસંહાર પણ મોક્ષલક્ષી અદભુતતાનું આશ્ચર્યજનક અપૂર્વ દષ્ટાન્ત છે. चित्तमेव हि संसारस्तस्मात् तत् परिशोधयेत् । यञ्चित्तस्तन्मयो मयों गुह्यमेतत् सनातनम् ॥ –આ ઉક્તિને આધારે કેવળ સાત્ત્વિક ધર્મના જ ઉપાદાનમાંથી એમના વિશુદ્ધ ચિત્તનું નિર્માણ થયેલું હતું એ વાતની પ્રતીતિ તે એ પ્રસંગ ઉપરથી થાય છે કે, અમદાવાદથી પાલીતાણા તરફ પ્રયાણ કરતી વખતે એમના નિતાન્ત નિર્મળ માનસમાં ફક્ત જિનબિંબની પ્રતિષ્ઠાના જ નિદિધ્યાસનો ધારાબદ્ધ અવિચ્છિન્ન પ્રવાહ ચાલ્યા કરતો હતો. અને એ જ અવિચ્છિન્ન પ્રવાહમાં ને પ્રવાહમાં જ તગડી મુકામે એમણે જીવનયાત્રાને ઉપસંહાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy