________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૧]. થાય એવા અનેક મહાન કાર્યો, જેવાં કે અંજનશલાકા, પ્રાણપ્રતિષ્ઠા, દીક્ષાઓ, વડી દીક્ષાઓ વગેરે કર્યાં હતાં. એમની ખોટ પૂરી શકાય તેમ નથી.
અંતમાં, રવ. સૂરિદેવશ્રીના ભવ્ય જીવન-બાગમાંથી એકાદ પણ ગુણરૂપી પુષ્પ ચૂંટી લઈ આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ એ જ મંગલ કામના.
સર્વતોમુખી દિવ્ય પ્રતિભા લેખક–શ્રી ભાલચન્દ્ર દયાશંકર કવિ, ખંભાત સમાજની ઇમારતના બે મુખ્ય ટેકા છેએક કર્મક્ષેત્ર અને બીજુ ધર્મક્ષેત્ર. કર્મક્ષેત્ર નિયમ્ય છે. ધર્મક્ષેત્ર નિયામક છે. કર્મક્ષેત્રના વ્યવસ્થાપક સમાજ પુરુષે છે અને ધર્મક્ષેત્રના વ્યવસ્થાપકે ધર્માચાર્યો છે. બંનેનાં કર્તવ્યને આત્મા નિષ્કામ કર્મગ છે.
ધર્મને આત્મા તે એક જ છે, પણ ભિન્ન ભિન્ન સંપ્રદાયે અનેક છે. ધર્મનાં મૌલિક તને સમજીને આચારમાં મૂકનાર અને સમાજ પાસે તે આચારમાં મુકાવનાર વ્યક્તિના ઉપદેશમાં સમગ્ર ધર્મોનું અથવા સમગ્ર સંપ્રદાયનું અમેઘ ઉપજીવ્ય તત્ત્વ સ્પષ્ટ રીતે પ્રતિબિમ્બિત થયેલું પ્રત્યક્ષ થાય છે. ભારતના વિદેહ તેમ જ સદેહ સમગ્ર ધર્માચાર્યોમાંથી જેમને ઉપદેશમાં આ ઉપજીવ્ય તત્ત્વનું દર્શન થાય છે, એવા આચાર્યોમાં આપણું લોકાભિવન્ય સ્વ. આચાર્ય પ્રવર શ્રી નન્દનસૂરીશ્વરજી મહારાજનું નામ પ્રથમ ઉપસ્થિત થાય છે.
સુખ-દુઃખ-મહાત્મક સંસારમાં અનુરક્ત વ્યક્તિ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે સમગ્ર સાધનોને મનગમતે ઉપયોગ કરે છે અને કદાચ ઇસ્ટ વસ્તુની પ્રાપ્તિ પણ કરે છે, છતાં પરિણામે તે નક્કી દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ કારણથી સંસારને અનુરાગ ત્યાજ્ય ગણ્યો છે. એ અનુરાગ પુનરપિ નનન, પુનરપિ મન-ની સ્થિતિને નિર્માતા છે માટે ત્યાગ જ મુખ્યત્વે ઉપાદેય છે. ત્યારે સમૃતત્વમાન આપણુ આંચાર્યપ્રવર શ્રી નન્દસૂરીશ્વરજી મહારાજના જીવનના આરંભની આધારશિલા આ ત્યાગ જ છે.
બલવત્તર પ્રાપ્ત સંસ્કાર, નિતાંત ધર્મનિષ્ઠ કુટુંબમાં જન્મ, સાત્ત્વિક માતા-પિતા તરફથી જૈનધર્માચરણને મળેલ સુંદર વારસે, સંસાર તરફ સાહજિક નિર્વેદ, તજન્ય વૈરાગ્ય અને તેમાં શાસનસમ્રાટ જેવા આચાર્યચકેશ્વરને સ્પર્શમણિસમાગમ–આ બધા પ્રાપ્ત થયેલા અત્યંત દુર્લભ સંગેના પરિણામે મળેલી ભાગવતી દીક્ષા ઃ આવો અદ્વિતીય યોગ તે આપણું નન્દનસૂરીશ્વરજી મહારાજને જ મળે ને !
શાસનસમ્રાટ પાસે બે મુખ્ય પંડિત કાયમ રહેતા એક તે પડદશના નિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org