________________
[૨]
આ. વિ.ન'દનસૂરિ-સ્મારકમથ
જ
તે વખતમાં શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ આખા જૈન શાસનના ચમક્તા સિતારા હતા. અને શ્રીસ`ઘ ઉપર તેઓનું ભારે માટુ' પ્રભુત્વ હતું. એ જ રીતે પાત્તાના સઘાડા ઉપર પણ તે અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા અને પોતાના સમુદાયના નાના-મોટા બધા સાધુએ, જરાય આળસમાં પડ્યા વગર, જ્ઞાન અને ચારિત્રની ખરાખર આરાધના કરતા રહે એ માટે સતત દેખરેખ રાખતા હતા. પોતાના શિષ્યા વિદ્વાન અને સયમશીલ અને એ માટેનું તેઓશ્રીનું અનુશાસન આજે પણ દાખલારૂપ ગણાય છે. પણ આથી રખે કાઈ એમ માની લે કે આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસુરીશ્વરજી મહારાજ માત્ર કઠોર અનુશાસક જ હતા; પેાતાના અંતેવાસીઓ તરફ તેના અંતરમાં મમતા અને હેતભરી લાગણીનું ઝરણું સતત વહ્યા કરતું હતું. પેાતાની આવી કૂણી લાગણીના દુરુપયોગ કરીને કોઈ સાધુ પોતાની સયંમસાધનામાં શિથિલ ન અની જાય, એટલી જ તેઓ ચિંતા રાખતા હતા. તે સંખ્યાઅધ વિદ્વાન શિષ્યા અને કેટલાક તેા અસાધારણ કોટિના વિદ્વાન શિષ્યા જૈન શાસનને ભેટ આપી શકથા તે આવાં ચિંતા તથા પ્રયત્નને પરિણામે જ,
શાસનસમ્રાટની આવી વિદ્વાન શિષ્યપર’પરામાં પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ પ્રથમ પક્તિમાં સ્થાન ધરાવતા હતા, એટલું જ નહીં પણુ, પેાતાની વિનમ્રતા, વિનયશીલતા અને અખંડ ગુરુભક્તિને પ્રતાપે તેઓએ પાતાના દાદાગુરુશ્રીનાં અસાધારણ વિશ્વાસ અને પ્રીતિ સપાદન કર્યાં હતાં. પાતાના દાદાગુરુ પ્રત્યેની આવી વિરલ ભક્તિનાં પાયામાં પોતાના ગુરુવર્ય પ્રશાંતમૂર્તિ આચાર્ય પ્રવર શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજશ્રીની પોતાના ગુરુદેવ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પ્રત્યેની સમર્પણુભાવથી શે।ભતી અનન્ય ભક્તિમાંથી મળતા પ્રત્યક્ષ ખેાધપાઠ તેમ જ પેાતાના ગુરુમહારાજ શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજ તરફના ઊંડા ભક્તિભાવ રહેલા હતા, એમ કહેવુ જોઈ એ. આ દૃષ્ટિએ વિચારતાં ‘ઉદય–નંદન'ની ગુરુશિષ્યની જોડી સૂરિસમ્રાટ આચાર્યશ્રીને માટે શ્વાસ અને પ્રાણ સમી પ્રિય બની ગઈ હતી.
તેમાંય કુશાગ્ર બુદ્ધિ, મગ્રહી વ્યાપક વિદ્વત્તા અને પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ જેવી પેાતાની અનેક શક્તિઓને આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે પોતાના દાદાગુરુશ્રીની સેવાભક્તિમાં જે રીતે વિલીન કરી દીધી હતી, એ ખરેખર વિરલ હતી અને એને લીધે આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી તથા એમના પ્રશિષ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી વચ્ચે ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમસ્વામી વચ્ચે હતા તેવા અકાટ્ય ધર્મસ્નેહ બંધાઈ ગયા હતા અને ધર્માનુરાગની પવિત્ર ગાંઠે બંધાઈ હતી. જ્યારે પણ સૂરિસમ્રાટ પોતાના આ પ્રશિષ્યને ‘નંદન' ‘નદન’ના વહાલસાયા નામથી ખેાલાવતા, ત્યારે જાણે હૃદય ઉપર પરમાત્મા મહાવીરદેવ, પાતાના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીને ‘ગાયમ ’ ‘ગાયમ’ કહીને સબધતા હાય એવું પાવન ચિત્ર અંકિત થઈ જતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org