________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા
[૨૧]
मिला, जिस के लिए मैं अपने आप को भाग्यशाली मानता हू' । उनके स्वर्गवास से जैनसमाजकी अपूरणीय क्षति हुई है, जिस की पूर्ति होना कठिन है
1
हम उनके चरणों में श्रद्धांजलि अर्पण कर आशा करते हैं कि उनके चाहनेवाले तथा शिष्यगण उनके जानेसे हुई क्षति को दूर करने का प्रयत्न करेंगे। हमें आशा ही नहीं पर पूरा विश्वास हैं कि उनका शिष्यसमुदाय अपने गुरु की विशिष्टता अपनाकर शासनसेवा मे अपनी शक्ति और बुद्धि का उपयोग कर उनके प्रति सच्ची भक्ति प्रकट करेगे ॥
અનન્ય ગુરુભકત અને અસાધારણ વિદ્વાન લેખકશ્રી કાંતિલાલ ફૂલચંદ ઘીયા, અમદાવાદ
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયન ઇનસૂરીશ્વરજી મહારાજસાહેબના સ‘પર્કમાં આવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયુ હતું. ખાસ કરીને છેલ્લા સાત-આઠ વરસ દરમ્યાન હું તેઓશ્રીની ઠીક ઠીક નજદીક આવ્યા હતા. અને તેથી તેઓશ્રીના બહુમુખી અને ઉન્નત વ્યક્તિત્વનાં દન કરવાના અને સાથે સાથે જીવનઘડતરના ધર્મ-રસાયણને અલ્પ-સ્વલ્પ પ્રમાણમાં મેળવવાને મને સુઅવસર મળ્યા હતા, એમ કહેવુ* જોઈએ.
જ્યારે જૈન શાસનના આ મહાન સઘનાયકના જીવન સંબંધી વિચાર કરુ` છું ત્યારે, સ્વાભાવિક રીતે જ, આવા શ્રમણરત્નનું ઘડતર કરનાર એમના દાદાગુરુ, આ યુગના જૈન સંઘના પ્રભાવક પુરુષ અને આપણા પરમ ઉપકારક શાસનસમ્રાટ આચાર્ય ભગવ'ત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીનું સ્મરણુ થઈ આવે છે. કેવળ તેશ્રીનાં પ્રત્યક્ષ દર્શન કરવાના જ નહીં પણ તેઓની મેઘગ'ભીર અને અતરસ્પશી ધર્મદેશના સાંભળવાના તેમ જ તેએશ્રીનાં ચરણે બેસી જીવનના અમૂલ્ય પાથેયરૂપ ધ બાધ ઝીલવાના પણ લાભ વર્ષો સુધી મને મળ્યા હતા. અત્યારે મારા જીવનમાં ધર્મભાવના તથા આચાર તરફના જે અનુરાગ જોવા મળે છે, તેના પાયામાં આ મહાન સૂરિસમ્રાટં જ રહેલા છે. આવા મહાન ઉપકારી મહાપુરુષના ઉપકાર કેવી રીતે વીસરી શકાય? આટઆટલાં વર્ષ વીતી ગયાં છતાં, અમદાવાદમાં, પાંજરાાળની જ્ઞાનશાળામાં બિરાજતી અને જાજરમાન વ્યક્તિત્વથી પ્રભાવ વિસ્તારતી એમની છબી જાણે નજર સામે જ ખડી હોય એમ લાગે છે. આ અરસામાં અમે શ્રી મૂળેવા પાર્શ્વનાથની ખડકીમાં રહેતા હતા, તેથી અનાયાસે જ તેઓશ્રીના સતત સમાગમના અમને લાભ મળતા હતા. આ સમય દરમ્યાન જ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનદનસૂરીશ્વરજી મહારાજનાં સંપર્કમાં આવવાનુ સદ્ભાગ્ય મને
સાંપડયું હતું.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org