________________
પ્રશસ્તિ : લેખ તથા કાવ્યો
[૭૭] પછી તો એ ભાઈ સાથે જિનમંદિરની ગૂંચની પ્રશ્નોત્તરી ચાલી, મુહૂર્તની ચકાસણી ચાલી. પૂજ્યશ્રીની તબિયતને કારણે મને અકળામણ થતી હતી એટલે મેં એ મહાનુભાવને, આંખ અને આંગળીને ઈશારો કરી, વાતને બંધ કરવા પાંચ-સાત વાર પ્રયત્ન કર્યો, કારણ કે, જે ચાલુ પ્રેશરમાં વિશેષ ધરેશન થશે તો, માંડ માંડ થાળે પડેલી તબિયત ફરી કથળશે. પણ મોટા મનના એ સૂરિવરને શરીરની ક્યાં પડી હતી ?
વાત પૂરી થઈ. ગૂંચાયેલું કોકડું પૂજ્યશ્રીએ જ્ઞાન, અનુભવ અને ધીરજથી એ રીતે ઉકેલ્યું કે પૂછવા આવનાર પરમ સંતપ પાગી જવા લાગ્યા. ત્યાં તો પૂજ્યશ્રીએ એમને પાછી બોલાવ્યા અને કહ્યું કે, “માંગલિક સાંભળતા જાઓ.” પછી પ્રસન્નવદને માંગલિક સંભળાવ્યું અને તે આગતુક શ્રાવક ગયા.
મારાથી ન રહેવાયું. પૂજ્યશ્રી થોડા સ્વરથ દેખાતાં મેં પૂછ્યું કે, “સાહેબ ! આ તો આપ સર્ષને દૂધ પાવા જેવું કર્યું !” આ શબ્દો સાંભળી પૂજ્યશ્રીએ એકીટસે મારી સામે જોયા કર્યું. મારી હૈયાની ભક્તિભરી વેદનાને તેઓશ્રીએ વાંચી લીધી. તેઓશ્રીને લાગ્યું કે, મેં શ્રમ લીધો એ વાત આને નથી રુચી. પણ પોતાની પ્રકૃતિ શું બદલાય?
અને એમણે મને પ્રેમભર્યા શબ્દ ઢઢિાળ્યો: “તને ખબર છે, શિલ્પ અને તિષના જાણકાર પુરુષોનો ભારતમાં ક્યાં તૂટે છે? વળી આગંતુક ધનવાન, લાગવગવાળા તેમ જ લોકપ્રતિષ્ઠાને પામેલા છે. છતાં એ બીજા બધાને મૂકીને મારી પાસે ખંભાત સુધી કેમ દોડી આવ્યા હશે ? હું તે ભાગ્યશાળીને સારી રીતે, નખશિખ ઓળખું છું. મારા માટે છતી-અછતી વાતો એમણે એ રીતે વહેતી મૂકી છે કે એક સુજન-સજજન માણસને તો ન છાજે, ત્યારે આ તો એક શ્રીસંઘમાં, કોકની અપેક્ષાઓ, સંઘમાન્ય અને ગંભીર શ્રાવક ગણુય છે; શ્રાવક તો સાધુઓના પિતાતુલ્ય ગણાય; છતાં આ ભાઈ હીનજનોચિત કેવી પ્રવૃત્તિ કરી-કરાવી રહ્યા છે, તે મારા ધ્યાન બહાર નથી. પણ તને ખબર છે, એ દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવંતના ચિત્ય માટે અને મુહૂર્ત માટે માર્ગદર્શન મેળવવા આવ્યા હતા ? એટલે મારી સામે એ તે અને મેં માનેલ શ્રાવક ન હતાં, પણ પ્રભુદેવના પવિત્ર ધામના સર્જન માટે પુરુષાર્થ કરનારા એક મહાભાગ હતા. ગુરુકૃપાએ અને તથા પ્રકારના પશમને પરિણામે તેણે પૂછેલો ખુલાસો યથામતિ હું સ્પષ્ટ ન કરું તો, મારા સંયમ અને સમક્તિ બંનેને ધક્કો પહોંચે. તે તો મારા ઉપકારી ગણાય કે, દેવાધિદેવના જિનાલયનું નિમિત્ત લઈ મારા સમ્યક્ત્વની દઢતા અને નિર્મળતા કરવાનું નિમિત્ત બન્યા. મારા પ્રત્યે તેને ભલે ને અપ્રીતિ અને અરુચિ હોય અને ગુણપક્ષપાત ન હોય, પણ પ્રસંગ પામી, તે સર્વને ગૌણ ગણી, પોતાની ફરજ ન ચૂકવી.” બોલતાં બોલતાં પૂજ્યશ્રીને શ્રમ લાગતું હતું. તે સ્પષ્ટ દેખાતું હતું. એટલે મેં વિનતી કરી : “આપ હવે આરામ કરો.” અને પૂજ્યશ્રી તે નિરાંતે સંથારી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org