________________
[૨૭૬]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ તો ચાલુ જ હતા; અને એથી થોડીક રાહત પણ હતી. ડોકટરનું કહેવું હતું કે, આઠ દિવસ પૂર્ણ આરામ કરશે. અવારનવાર થઈ આવતી શરીરની પ્રતિકૂળતાના વાતાવરણમાં ડૉકટરની આવી બધી સલાહ-સૂચના પૂજ્યશ્રી માટે નવી ન હતી.
પણ એ મહામના મહાત્મા, જયારે જ્યારે શાસનની નાની કે મોટી કોઈ પણ વાત ચાલે ત્યારે, શરીરની પણ પરવા કર્યા વિના, એ વાતોને એવી રીતે વિચારે, સમજે, સમજાવે અને એનો ઉકેલ બતાવે કે વાતના કરનાર અને સાંભળનાર સર્વને ગૌરવ સાંપડે. આ રીતે જગતના સર્વ છે જે પરસ્પર ગુણપક્ષપાતી અને કર્તવ્યનિષ્ઠ બની જાય તો તો પૂછવું જ શું?
આપણી અજ્ઞાન અવસ્થા તથા અપૂર્ણ અને છદ્મસ્થભાવ અનાદિ સંસારમાં ક્યાંય પણ સ્થિરતા, સ્વસ્થતા અને સ્વચ્છતા ક્યાં લાવવા દે તેમ છે ? આ કારણે તો દષ્ટિને વિપર્યાસ એટલી હદે થઈ જાય છે કે જેથી આવા વિપર્યાસનો ભાગ બનનાર વ્યક્તિ ગુણવાનને નિર્ગુણ અને નિર્ગુણીને ગુણી સમજવા પ્રેરાય છે. અને આમ બનવાથી જીમાંથી મત્રી, પ્રમોદ જેવા ભાવે ક્યાં અલેપ થઈ જાય છે, તેનો ખ્યાલ સુધાં એને આવતો નથી.
પૂજ્યશ્રી હાઈ બ્લડપ્રેશરને લીધે અસ્વસ્થ હતા એ દિવસે, આવા એક મહાનુભાવ ખરી બપોરે આચાર્યશ્રી પાસે આવ્યા, ત્યારે પૂજ્યશ્રી સંથારી ગયા હતા. આગંતુક મહાનુભાવ અને હું ધીમે સાદે વાતો કરતા હતા.
વાતની હકીકત એ હતી કે, આવનાર ભાઈ પિતાના સ્થાનમાં એક નૂતન જિનમંદિર બનાવી રહ્યા હતા. તે અંગે એમને મુહૂર્ત તથા શિલ્પ અંગે ખાસ માર્ગદર્શનની જરૂર હતી. એ જાણીને મેં એમને કહ્યું કે, પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે આવતા અઠવાડિયે રાખો; દાક્તરે અઠવાડિયા સુધી આરામ કરવાનું અને શ્રમ નહીં લેવાનું કહ્યું છે. અમારી ધીમી વાત પણ તેઓ સૂતાં સૂતાં સાંભળતાં હતાં, એટલે મારે આ જવાબ, જૈફ ઉમ્મરે અને નાદુરસ્ત શરીરે પણ, તેઓશ્રીને આંચકો આપી ગયે. તેઓ સફાળા, વગર ટેકે, બેઠા થઈ ગયા. એમણે મને પૂછ્યું : કોણ આવ્યું છે? તે શું જવાબ વાળ્યા ?”
આગંતુક ભાઈ પૂજયશ્રીને વંદના કરીને એમના ચરણ પાસે બેસી ગયા.
પૂજ્યશ્રીએ એમની આંખ સાથે આંખ મિલાવી. જોયું તો વ્યક્તિ પરિચિત અને તે પણ સંઘમાં જાણીતી. એમણે આગંતુક શ્રાવકને પ્રેમથી ધર્મલાભ દઈ આવકાર આપ્યો; પૂછયું : “કેમ આવ્યા છે, ભાઈ?પૂજ્યશ્રીના હૈયે અને હોઠે સદાય વાત્સલ્ય નીતરતું નિહાળ્યું છે; કોઈની સામે અણગમાનું નામ નહીં. અને એ તે મોટા માનવના મનની નીપજ છે, નીપજ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org