SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય [૨૭૫] ભારતભરમાં જૈન સંઘ દ્વારા થતાં ધાર્મિક શુભ કાર્યોનાં શુભ મુહૂર્તે પ્રાયઃ તેઓશ્રી પાસેથી જ લોકો મેળવતા હતા. અને સ્વર્ગીય પૂજ્ય આચાર્ય મહારાજ કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વિના દરેકને ઉદાર ચિત્તે મુહૂર્ત પ્રદાન કરતા હતા. મુહૂર્ત અંગેનો તાજો જ દાખલો જાણવા જે હોઈ અહીં રજૂ કરું છું. અજમેરના જિનાલયની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરાવવા ત્યાંના આગેવાન શ્રી રતનચંદ સંચેતી સ્વ. આચાર્યશ્રી પાસે ગયા અને મુહૂર્ત માટે માગણી કરી. તે સમયે ગુરુનો અસ્ત હોઈ, આચાર્યશ્રીએ સંચેતીને કહ્યું: “અત્યારે ગુરુનો અસ્ત છે, તેથી શુદ્ધ, સારું મુહૂર્ત આવશે નહિ.” સંચેતીએ મુહૂર્ત તે જ સમયે કાઢી આપવા આગ્રહ કર્યો ત્યારે આચાર્યશ્રીએ મુહૂર્ત કાઢી આપતાં પુનઃ જણાવેલ કે “મુહૂર્ત તમારા આગ્રહથી આપું છું, પણ નુકસાનકારક છે.” તે પછી પ્રતિષ્ઠાના ઉત્સવનો પ્રારંભ થયે, તે જ દિવસે શ્રી રતનચંદ સચેતીનું અચાનક અવસાન થયું ! મહાપુરુષનું અંતર પહેલેથી ભવિતવ્યતાને પારખી લે છે, એ આ પ્રસંગથી પુરવાર થયું. ૭૮ વર્ષની ઉંમરે, ૬૩ વર્ષનો દીક્ષા પર્યાય અને ૪૯ વર્ષ આચાર્ય પદનાં પસાર કરી, બીમાર તબિયતે સિદ્ધક્ષેત્રમાં શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા પ્રસંગે અમદાવાદથી વિહાર કરતાં તગડી મુકામે, નમસ્કારમંત્રનું શ્રવણ કરતાં, આચાર્યશ્રીને આત્મા વધુ ઉચ્ચ સ્થાનને માટે વિદાય થઈ ગયો ! અને એક તેજસ્વી, સમર્થ સંઘનાયકનું માર્ગદર્શન શ્રીસંઘને મળતું અટકી ગયું ! મેટાં માનવનાં મોટાં મન લેખક–પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૨૧ના ખંભાતના ચાતુર્માસ દરમ્યાન બનેલી, સાચા સાધકની કેવી જાગૃતિપૂર્વકની ખમીરવંતી સાધના હોય છે, તેનો પરિચય કરાવતી આ એક સત્ય ઘટના છે. વાત એમ બની કે, સ્વ. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીજી, નાદુરસ્ત શારીરિક પરિસ્થિતમાં પણ, સ્વ-પરનાં હિત કાજે, શાસન અને સંઘને કાજે સદા જાગૃત અને કર્તવ્યરત રહેતા. આપણે તેઓ પૂજ્યશ્રીની ભક્તિવશ, લાગણીવશ થતી તે તે ધર્મ પ્રવૃત્તિમાં બાધક તે ન બનીએ, પણ ધર્માધારભૂત દેહને સાચવવા વિનીતભાવે આગ્રહ સેવીએ એ તો સ્વાભાવિક ગણાય. જે દિવસનો આ પ્રસંગ છે, તે દિવસે પૂજ્યશ્રીને હાઈ બ્લડપ્રેશર હતું. ચકરી, અશક્તિ, આહારની અરુચિ, થાક વગેરેની બે દિવસથી ફરિયાદ હતી. એ માટે ઉપચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy