________________ [236] આ વિનંદનસૂરિ-સ્મારકગ્રંથ समान शोक-समाचार सुनकर दिल एकदम स्तंभित हो गया। उन का वात्सल्यमय प्रेम बहुत ही प्रशंसनीय था। पूरे भारत के जैन समाज को इस शोक-समाचार से हृदयविदारक दुःख हुआ है / आज चारों तरफ यही वातावरण फैल रहा है कि अब हम मुहूर्तादि किस को पूछे गे? और उस धन्य माताने ऐसे पुत्रको जन्म दिया जिसने शासन का सिरताज बनकर अविलंब समाधानकारक प्रत्युत्तर देकर शासन की शोभा बढाई / आज जैन समाज अपने को निर्नायक एव किंकर्तव्यविमूढ अनुभव कर रहा है। दिवंगत आत्मा तो दीर्घकाल तक शुद्ध संयम पालन कर और शासन की पूरी सेवा कर के अपनी आत्मा का कल्याण कर गये। सद्गत आत्मा को चिरशांति मिले, यही शासनदेव से प्रार्थना है। आप से, सर्व समुदाय से संवेदना प्रकट करते हैं / (पालीताणा; તા. 8-2-76.) પાચન્દ્ર ગછાલંકાર પ. પૂ. મુનિરાજ શ્રી વિદ્યાચન્દ્રજી મ.–માગસર વદિ ૧૪ની સાંજે 7 વાગે અચાનક અંધારી રાત હતી જ, છતાંય સર્વથા અંધારું ફલાણું. દીવો બંધ થયાના સમાચાર સાંભળ્યા. પૂજ્ય ગુરુદેવને કાળરાજાએ ત્યાં જ તગડી–મામૂલી ગામમાં રોકી પાડયા. પૂ. ગુરુદેવ ! આપના અચાનક કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ થયું છે. આપના દરશન માટે મને આપે જ અમદાવાદ આવવા ન દીધે ને આપ પધાર્યા જ નહિ. ખૂબ દુઃખમય જીવન બન્યું. આ અચાનક સમાચારના શબ્દો સાંભળી મારી ઇચ્છા ને આશાને ભુક્કો જ બની ગયે! મારે આસરે ગયે છે. પૂ. ગુરુદેવ ! હું ગરછનો નહિ, પર હતો, છતાંય આપે ઠેઠ સુધી પર માન્યો જ નહિ, મારે માન્ય. તે ઉપગારી આત્માને શાંતિ થાવ. (પાલીતાણું તા. 2-1-76) બોટાદ સંપ્રદાયના સ્થાનકવાસી પૂજ્ય મુનિરાજ શ્રી અમીચંદ્રજી મ - આપણું ધર્મના મહાન નેતા આચાર્ય ભગવંત પૂજ્યપાદ પરમપૂજ્ય વંદનીય ગુરુવર્ય પૂજ્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના (તગડી મુકામે) સમાચાર જાણતાં પૂજ્ય મહારાજશ્રી-સર્વે ઠાણાંઓએ ખૂબ જ આઘાતની લાગણી અનુભવેલ છે. તેઓશ્રી લખાવે છે કે, પૂજ્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરિ મહારાજશ્રીની અપાર કરુણ, વત્સલતા ને નિખાલસ પ્રેમ અત્યંત સ્મૃતિમાં રહે છે. અમારાં સ્થાનકવાસી ભાઈ-બહેનોની દીક્ષાનાં મુહૂર્તો માટે જ્યારે જ્યારે અમારા શ્રાવકો તેમની પાસે ગયા હશે, ત્યારે તેઓની ગમે તેટલી અનુકૂળતા–પ્રતિકૂળતા હોય છતાં હાસ્યવદને અત્યંત લાગણીભાવે દીક્ષાર્થીનાં તે મહૂરતો જોઈ આપી, અનેક શુભેચ્છાઓ ને સુશિખામણો આપતા હતા. તે યાદ કરતાં અમારા સૌનાં હૃદય દ્રવી ઉઠે છે. આપણા દરેક સંપ્રદાયમાં તેઓશ્રી એક કરુણામૂર્તિ, વાત્સલ્યમય અને મહાન પુણ્યશાળી આત્મા હતા. તેઓશ્રીને આત્મા, જ્યાં-જે ઉચ્ચતર ગતિમાં–હોય ત્યાં શાંતિને પામે તે જ અભ્યર્થના. (લિ. એન. ટી. શાહ, અમદાવાદ તા. 2-1-76) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org