________________ ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવે [35] તપાગચ્છ સંઘને તેમ જ આપણને જ્યારે તેમના માર્ગદર્શનની તીવ્ર જરૂર હતી, ત્યારે જ તેઓ આપણને મૂકી ચાલ્યા ગયા છે. પૂજ્યશ્રીના પરમ પવિત્ર આત્માને ચિરશાંતિ પ્રાપ્ત થાય તે જ શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. (ખિવાન્દી, તા. 8-1-76 ) પ. પૂ. મુ. શ્રી અભયસાગરજી મ. –વિ. આજે સવારે દહેરાસરથી આવ્યા પછી પેઢી પરથી એક ભાઈ દોડત ગુજરાત સમાચાર લઈને આવ્યા. પૂ. આ. શ્રી નંદનસૂરીજી મ. ના કાળધર્મના સમાચારનું પાનું વંચાવ્યું. વાંચી ખૂબ આઘાત અનુભવ્યો. શાસનપ્રભાવક, ધુરંધર મહાન આચાર્યના સ્વર્ગવાસથી હૈિયું ધ્રુજી ઊઠયું ! ર૫૦૦મા વર્ષની મંગળ કામનાઓમાં આવા ધુરંધર આચાર્યોના સ્વર્ગવાસ ભંગાણ પાડે છે. અમારા શિરછત્ર, ગણનાયક પૂ. ગચ્છાધિપતિશ્રી પણ 2031 ચિત્ર સુદ ૮ના કાળધર્મ પામ્યા. આ જ સેરીસાતીર્થે વર્ષીતપનું બેસણું કરી ઊઠયો ને સમાચાર મળ્યા. તરત દેવવંદન કર્યા. આજે પૂ. ગચ્છાધિપતિના પણ સમાચાર વર્ષીતપનું બેસણું કરવા બેસતો હતો ને મળ્યા. આ જ ભૂમિમાં પૂ. ગચ્છાધિપતિનાં દેવવંદન કરેલ. આજે પણ ભારે હૈયે આ જ ભૂમિમાં દેવવંદન કર્યા. શાસનની પ્રભાવના ભસ્મશાયી ગ્રહના ઉતરાણથી થવાની શક્યતાના પ્રસંગે આવા ધુરંધર આચાર્ય ભગવંતની વિદાયથી હકીકતમાં ભાવી હજી અંધકારમય ભાસે છે. શાસન જયવંત છે. કોઈ ને કઈ શાસનપ્રભાવક મહાપુરુષ પ્રકાશ પાથરવા આવશે જ. પણ હાલ તો અંધકાર ગાઢ બનતો ભાસે છે. આપ સહુ પૂ. સ્વર્ગીય આચાર્ય દેવશ્રીના ધુરંધર વારસદાર છે, એટલે કંઈક આશા રહે છે. (સેરીસાતીર્થ માગસર વદિ અમાસ, સં. 2032) પ. પૂ. આ. મ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય પં. શ્રી ગુણવિજયજી મ.–પરમપૂ આ. મ. નંદનસૂરિજી મહારાજ સાહેબનાં કાળધર્મ પામ્યાનું વાંચી ઘણું જ આઘાત સાથે દિલગીરી થઈ છે. આજે આપના સમુદાયમાં શું પરંતુ સાધુ સમુદાયમાં ભારે ખોટ પડી. તેઓ તપાગચ્છના સ્તંભ હતા. ને આજે એક મટે ધક્કો લાગ્યો છે. પણ, બનવા કાળે બન્યા કરે છે તેમાં આપણે ઉપાય. નથી. તેમના આત્માને શાંતિ મળે એ જ ઇચ્છા. (કઢ; પોષ સુદ 3, સં. 2032) પ. પૂ. અનુગાચાર્ય ખરતરગચછાલંકાર મુનિ શ્રી કાન્તિસાગરજી મ.आपका पत्र मिला। दिवंगत संघनायक आचार्यप्रवर श्रीमद विजयनन्दनसूरीश्वरजी म. से हमारा करीबन 30 वर्षों से परिचय था। हमने उनको निकट से देखा है। उन के सरल, निष्कपट, महान समयज्ञ, शास्त्रोंके महान ज्ञाता एवं किसी भी गच्छ या संप्रदाय वालों के ऊपर अमिट छाप डालनेवाले इस शताब्दी में कोई दूसरे हमारी दृष्टि में नहीं आये। छोटे से छोटा आदमी भी कोई मुहूत या प्रश्न पूछाता तो उसका समाधान उसको तुरंत मिलता था। ऐसे आचार्य की पूर्ति होना असंभव नहीं तो अशक्य जरूर है। हमे दर्शन की एवं मिलने की बडी उत्कंठा थी, परन्तु अचानक वज्राघात के Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org