________________ [34] આ. વિ.નંદનસૂરિ-સ્મારગ્રંથ મળો એ શુભેચ્છા. આજે ચતુર્વિધ શ્રીસંઘની સાથે દેવવંદન કરી તાર કર્યો. તેમને મળે હશે. સમુદાયમાં સર્વેને અનુવંદને જણાવવી. (ટીટોઈ; પોષ સુદ 1, સં. 2032) પ. પૂ. આ. ભ. શ્રી વિજયસુશીલસુરીશ્વરજી મ.-અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે, જૈન શાસનના મહાન તિર્ધર, શ્રીસંઘના શિરછત્ર, વર્તમાન તપાગચ્છના સમ્રાટ, શાસનસમ્રાટ સમુદાયના નેતા, ન્યાયવાચસ્પતિ, સિદ્ધાન્તમાર્તડ, શાસ્ત્રવિશારદ, કવિરત્ન, જ્યોતિષાદિશાસ્ત્રપારંગત, સર્વમાન્ય પ. પૂ. આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મ. સા. શ્રી વીર સં. 2502, વિક્રમ સં. 2032, બુધવાર, તા. ૩૧-૧૨-૧૯૭પના દિવસે સાંજના 5-45 કલાકે, ધંધુકાથી સાત માઈલ દૂર આવેલા તગડી ગામમાં, 78 વર્ષની વયે, આકસ્મિક સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાના સમાચારથી અમે સર્વને તથા ચતુર્વિધ સંઘને અસહ્ય અત્યંત દુઃખ થયેલ છે. શ્રી જૈન શાસનને ઝગમગતો સિતારે અદશ્ય થયો છે. આપણા શાસનસમ્રાટ સમુદાયને નેતા ચાલ્યા ગયે છે. શ્રી જૈન શાસનને, તપાગચ્છને અને શાસનસમ્રાટ સમુદાયને ન પુરાય તેવી તેઓશ્રીની ખોટ પડી છે. સ્વર્ગીય એ મહાન આત્મા ચિરશાંતિને પામે એવી શ્રી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. (જોધપુર, તા. 8-1-76) પ. પૂ. આ. શ્રી વિજયપૂર્ણનન્દસરીશ્વરજી મ.–ધંધુકા તે આ પૂરા आचार्य महाराजश्रीजीका स्वर्गगमन हो गया, यह अकबार में पढकर मन में बहुत दुःख हुआ। एक सौजन्यमूर्ति, वात्सल्यवारिधि आचार्य श्री विजयनन्दनसूरीश्वरजी के स्वर्गगमन से शासन में अपूर्व खोट पड गई। क्या किया जावे ? शासनदेव से प्रार्थना है कि एसे उन्नतिशील आत्मः जहां होवे वहीं कल्याण का हेतु हो। પ. પૂ. આ. ભ. શ્રી વિજયકીતિચંદ્રસૂરીશ્વરજી મ.–પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયનંદનસૂરીશ્વરજી મ.ના કાળધર્મ પામ્યાનો તાર આજે મળે તે પહેલાં સમાચાર મળી ગયા હતા. સાધુ-સમાજમાં તેઓશ્રીનું વર્તમાનમાં અગ્રસ્થાન હતું. સુદીર્ઘ દીક્ષા અવસ્થાપર્યાય હતો. તેઓ ન્યાય-જ્યોતિષ આદિ શાસ્ત્રોમાં નિષ્ણાત હતા. આવા એક પ્રખર આચાર્યદેવની શાસનને ન પુરાય તેવી ખોટ પડી છે. સ્વર્ગસ્થના આત્માને જ્યાં છે, ત્યાં શાંતિ મળે એ જ અંતરની અભિલાષા. (મુંબઈ; પોષ સુદ 2, સં. 2032) પ. પૂ. ઉપાધ્યાય શ્રી દશનસાગરજી મ.–પોષ સુદ 2 ના કલ્પનામાં પણ ન આવે તેવા દુઃખદ સમાચાર પત્રો દ્વારા મળ્યા, વાંચ્યા. વજઘાત જે આઘાત થયો. તુરત જ ચતુર્વિધ સંઘ સાથે દેવવંદન વ. કરીને તમોને તાર કરેલ. મ હશે. જૈન જગતમાં જાગતી જ્યોતિ સમાન પ. પૂ. આચાર્યદેવ શ્રી નંદનસૂરીશ્વરજી મ. સા. ના ચાલ્યા જવાથી શ્રીસંઘમાં તેમ જ શ્રી શાસન પક્ષમાં જે ખોટ પડી છે, તે પુરાવી અશક્ય છે. તેઓશ્રીએ જૈન સમાજ ઉપર અનેક ઉપકાર કર્યા છે. તેઓશ્રીની કીર્તિ આજે સર્વત્ર ગાજી રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org