________________ ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવ [233] પ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસુરીશ્વરજી મ.–દુઃખદ અતિદુખદ સમાચાર મન્યા. ક્ષણભર માનવામાં ન આવે, સાચા મનાય નહીં, ન જ બનવું જોઈએ, એવું ખરે બની ગયું છે. સાંભળીને પણ ખૂબ દુઃખ થાય છે, તો ત્યાં શું નહીં થતું હોય ! એ કલ્પના બહારનું છે. છતાં ભાવી અન્યથા થતું નથી. આપણે આપણા સમુદાયનું શિરછત્ર ગુમાવ્યું છે. તેમનો વિરહ ને તે પણ આવા સંયોગમાં વિશેષ કપ બની રહે છે. તમે સર્વ આ પ્રસંગે ખૂબ ખૂબ સહનશીલતા રાખજે. અહીં યોગ્ય કાર્ય જે કાંઈ હોય તે જણાવો. (પાલીતાણું; માગસર વદિ 14, સં. 2032) પ. પૂ. આ. શ્રી વિજયમંગળપ્રભસૂરિજી મ.-પૂજ્યપાદ, સિદ્ધાંત માર્તડ આદિ અનેક ગુણોના નિધાન ગચ્છાધિપતિ ભટ્ટારકાચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજીના સ્વર્ગવાસ થયાના દુઃખદ સમાચાર જાણ્યા. સંઘમાં મોટી ખોટ પડી છે. ને તેમના જ્યોતિષ આદિ શાસ્ત્રોમાં નિષ્ણાત થઈ હિંદુસ્તાનના સંઘમાં મંદિરના શિલ્પકાના તથા મુહૂર્તના મહાવેત્તા જેવા અનેક સદગુણોથી સમસ્ત સંઘમાં ઘણું હિતસ્વી કાર્યો થતાં હતાં, તે હવે તેમની પાછળ પાટપરંપરાના શિષ્યાદિ, શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજીની પાછળ મહાતપસ્વી ઉદયસૂરીશ્વરજી તેમ જ વિજયનંદનસૂરીશ્વરજી શાસનસેવાભાવી થયા તેમ, તેમની પાટ પરંપરા સાચવી રાખો તેમ ઇચ્છીએ છીએ. (પાલીતાણ; પોષ સુદ 2, સં. 2032) પ. પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ.-જૈન શાસનના વર્તમાનના સ્તંભ સમાન આ. શ્રી વિજયનન્દનસૂરીશ્વરજીના અણધાર્યા સમાચાર, 14 રાત્રે તથા બેટાદ શ્રીસંઘને તાર મળવાથી, જાણીને ખૂબ જ દુઃખ-દિલગીરી થઈ છે. શાસન અને તમારા સમુદાયમાં ન પૂરી શકાય તેવી મહાન ખોટ પડી છે. પરંતુ આ વિષય દરેક માટે નિરુપાય હોવાથી કુદરત ઉપર જ છોડવું પડે છે. તેઓએ તો પોતાનું અપ્રમત્ત સંયમજીવન અનેકના ઉપકારમાં જ ખરચી શાસનની, સમુદાયની, સંઘની સેવામાં હરેક સમયે ભેગ આપેલ છે. તમે સર્વ કાયમ સાંનિધ્યમાં રહેનારા હેવાથી ખૂબ જ લાગી આવે. પરંતુ તીર્થકર ભગવંતોએ સાચું જ કહેલ છે કે, જગતમાં દિવસ પછી રાત્રિ, અજવાળાં પછી અંધકાર, તડકો-છાંયડે, સુખ-દુઃખ, સંયોગ-વિયોગ માફક જન્મ તેનું મૃત્યુ નકકી નિર્માણ થયેલ છે જ, માટે આપણા આત્માને સંતોષ આપ્યા સિવાય છૂટકો નથી. નહિતર સિદ્ધાચળ જેવા મહાન તીર્થની મૂળનાયકની ટૂંકમાં જ પ્રતિષ્ઠા કરાવવાની મહાન ભાવનાથી જઈ રહેલા હતા. તેના જ પરિણામ સાથે પિતે નશ્વર દેહ છોડ્યો છે. તેઓ ઉત્તમ ગતિ પામી, ત્યાં રહી, શાસનકાર્યોમાં સહાયતા કરે તેવી અભ્યર્થના. (ભાવનગર; તા-૩–૧-૭૬) પ. પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ–અનુવંદનાપૂર્વક જણાવવાનું કે, શાસન પ્રભાવક આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના કાળધર્મના સમાચાર જાણી ઘણાં જ દિલગીર થયા છીએ. શાસનને મોટી ખોટ પડી છે. તેમના આત્માને શાંતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org