________________ ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવ [237] પ. પૂ. પં. શ્રી ચંદનવિજયજી મ.–પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજજીના સ્વર્ગવાસથી જૈન સમાજને જબરદસ્ત ખોટ પડી છે. આમાં આપણું ચાલે તેમ નથી. અત્રે દેવવંદન સંઘ સહ કરેલ છે. અમે ઘણા જ દિલગીર થયા છીએ. (વડોદરા, તા.૧-૧-૭૬ ) પ. પૂ. શ્રી પૂર્ણાનંદવિજયજી મ.–શનિવારે સાંજે આપશ્રીને તાર મળે. વાંચીને ઘણું જ દુઃખ થયું છે. ગુરુવારે સવારે જ અમે સાંભળ્યું હતું. દેવવંદન કરીને બેટાદ મુકામે તાર કર્યો હતો, જે મળી ગયું હશે. જેને સમાજને ચમકતો સિતાર, વાત્સલ્યપૂર્ણ મહાપુરુષ અકસ્માત ચાલ્યા ગયે. ન પુરાય તેવી ખોટ પડી છે. તપાગચ્છના આંગણે જ્યારે ચારે તરફ અંતરંગ તોફાન હતાં, ત્યારે સફળ સુકાનીની રીતે તપાગચ્છને અને પરંપરાએ આખાયે જૈન શાસનનો દોર પોતાના હાથ લઈને તેઓ સમાજને સુરક્ષિત રાખી શક્યા હતા. શાસનદેવ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. આપશ્રી બધાં શોકમગ્ન હશો, તેમાં મારે ભાગ નોંધી લેશે. (મુંબઈ, પિષ સુદિ 3, સં. 2032) પૂ. મુનિરાજ શ્રી કીતિચન્દ્રવિજયજી મ–ગઈ કાલે રાતે અચાનક પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયનંદનસૂરીશ્વરજી મ.ના કાળધર્મના સમાચાર જાણવા મળ્યા. અણધાર્યું આમ બની ગયું તેથી સાંભળતાં જ આશ્ચર્ય અને આઘાતથી સૌ દિગમૂઢ બની ગયા. તમારા હૃદયને આ બનાવથી કે આઘાત પહોંચ્યો હશે તેની કંઈક કલ્પના તો કરી શકું છું. તમારી વેદનામાં એક મિત્ર તરીકે હું પણ મારી સમવેદના વ્યક્ત કરું છું. વધુ તો શું લખું? આજે સવારે નવ વાગે અત્રે બિરાજમાન ડેલાવાળા આચાર્ય શ્રી ભુવનચંદ્રસૂરીજી મ.ની નિશ્રામાં, શ્રાવક-શ્રાવિકા વર્ગની ઉપસ્થિતિમાં, પૂ. ભદ્રગુપ્ત વિ. મ. આદિ અમે સૌએ પણ દેવવંદન કર્યા છે. દેવવંદન બાદ પૂ. આચાર્યશ્રીએ અને પૂ. મુનિરાજ શ્રી ભદ્રગુપ્તવિજયજી મ. એ સ્વર્ગસ્થ પૂ. આચાર્ય ભગવંતના વિશિષ્ટ ગુણોનું વર્ણન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. (પાર્લા, મુંબઈ, તા. 1-1-76) પ. પૂ. મુનિરાજ શ્રી કેવલવિજયજી મ.–શાસન-સૌધનો એક મુખ્ય સ્તંભ પડી ગયે. ગીતાર્થ શિરોમણિ ઉચ્ચ આત્માનો વિયોગ અસહ્ય જ લાગે. ભાવીના આગળ શું થાય? તેઓશ્રીના આત્માને શાંતિ ઈરછીએ. (રાયચુર, તા. 14-1-76 ) શ્રમણ સમુદાયના પત્રોની યાદી પ. પૂ. આ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મ. પ. પૂ. આ. શ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મ. ભદ્રેશ્વર સૂરત પ. પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મ. પ. પૂ. પં. શ્રી વિકાસ વિજયજી મ. સાદડી (બાપજી મ.ના) મહેસાણું પૂ. ગણિવર્ય શ્રી જયચંદ્રવિજયજી મ. વડોદરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org