________________
[૨૩૧]
ગુણાનુવાદ સભાઓ તથા કરાવે હૈયામાં એક જ પ્રશ્ન વારંવાર શરૂ થયો કે હવે આપણો આધાર કોણ? શાસનના ગહન પ્રસંગોનું સ્થિરતા અને ધીરતા તેમ જ ગંભીરતાથી નિવારણ કરનાર કોણ? શાસ્ત્રોનાં સૂક્ષ્મ રહસ્યને ઉકેલ આપનાર કોણ? જૈન શાસનની અને તેમાં પણ આપણું પ્રાચીન પરંપરાગત તપાગચ્છની મંગલમય અવિચ્છિન્ન પ્રણાલિકાનું પ્રાણની પણ પરવા કર્યા સિવાય રક્ષા કરનાર કોણ? અંજનશલાકા, પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યો માટે સર્વાગશુદ્ધ અને સિદ્ધ મુહૂર્ત આપનાર કોણ? એ પરમ કૃપાળુના અણધાર્યા સ્વર્ગવાસથી વર્ષો સુધી ન પુરાય તેવી મહાન ખોટ જૈન સંઘને પડી છે. પત્રમાં વધારે શું લખું? લખવા માટે કલમ કામ આપતી નથી. હૈયું ગદગદ બની જાય છે.
તમે બધાયની પણ આવી જ અથવા એથી પણ વધુ ગમગીન પરિસ્થિતિ હશે. આજે “જૈન” પત્રમાં મશાનયાત્રાનો હેવાલ વાંચતાં અને સ્મશાનયાત્રા તેમ જ શિબિકાને ફેટે નિહાળતાં એકદમ હૃદય ભરાઈ આવ્યું હતું.
સ્વ. એ પરમ કૃપાળુ આચાર્ય ભગવંતની સાથે અમો બધાયનો, જન્મ-જન્માંતરના ઋણાનુબંધના કારણે, એ ગાઢ ધાર્મિક સંબંધ હતો કે, પ્રાયઃ એક અઠવાડિયું પણ પરસ્પર પત્ર વિના ખાલી જતું નહિ. છેલ્લા છેલ્લા ૨૩-૨૪મી તારીખના વિહારમાંથી લખેલા બંને પત્રો મલ્યા હતા અને એ પત્રોનો વિગતથી જવાબ લખવાની અને તૈયારીમાં હતા, ત્યાં તે અત્યંત દુઃખદ, તેઓશ્રીના કાલધર્મના સમાચાર મલ્યા.
મારા ગુરુજીની સાથે તેઓશ્રીનો કોઈ અદભુત નિખાલસ મિત્રીભાવ હતા. એ પરમકૃપાળુ આચાર્ય ભગવંતના કાળધર્મથી મારા ગુરુજીના દિલમાં અપરંપાર વેદના થયેલ છે (-હું નિઃસહાય બની ગયે છું. ભવિતવ્યતા. પ્ર.વિ.). મારા ઉપર એ પરોપકારી મહાપુરુષની અપ્રતિમ કૃપા હતી. કાળની ગહન ગતિ પાસે આપણે કોઈ ઉપાય ચાલતે નથી. તમે બધાયને એ શિરછત્રના વિરહથી અત્યંત વ્યથા વતતી હશે, પણ આત્માને સમતામાં રાખશે. અમાસની સવારે ઘાટકોપર સંઘ સમુદાય સાથે દેવવંદન કરેલ હતું. ૨૧ મોટા જીવોને અભયદાન આપવામાં આવેલ હતું. તેમ જ અમાસથી પોષ શુ. ૪ સુધી શાતિનાત્ર મહોત્સવ પણ ઘાટકેપર સમસ્ત સંઘ તરફથી ઘણું ઉલ્લાસથી ઊજવાય છે. રવિવારે ગુણાનુવાદની સભા અને બપોરે શાતિસ્નાત્ર હતું. (મુંબઈ, ઘાટકોપર, તા. ૫-૧-૧૯૭૬)
પ. પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ.–વિદિત થાય કે, આજે સવારે અત્રેના છાપાઓ “વીરપ્રતાપ” અને “પંજાબ-કેશરી” માં જણાવવામાં આવેલ કે અમદાવાદની નજીકમાં આ. શ્રી નંદનસૂરીશ્વરજી મ.નો સ્વર્ગવાસ થયો. આ સાંભળીને સૌનાં હદયમાં શેક-દિલગીરીની લાગણી ફેલાઈ ગઈ. એકદમ અચાનક આ શું થયું? પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org