SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦] આ. વિનદનસૂરિસ્મારક શ્રી વરતેજ જૈન સંઘનો ઠરાવ શાસનસમ્રાટ, તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટધર, સ્વ. સિદ્ધાંતવાચસ્પતિ, ગીતાર્થ શિરોમણિ, પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યોદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શાસ્ત્રનિષ્ણાત, ન્યાયવાચસ્પતિ, સિદ્ધાંત માર્તડ, કવિરત્ન, આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજશ્રી વી. સં. ૨૦૩રના માગશર વદી ૧૪ બુધવારે સાંજના પ-૧૫ મિનીટે તગડી (ધંધુકા પાસે) ગામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. તેથી જન શાસનને એક મહાન સમર્થ શક્તિશાળી સૂરીશ્વરજીની કદીય ન પુરાય તેવી ખોટ પડી છે. શ્રી માંગરોળ જન યુવક મંડળનો ઠરાવ પરમતારક, પરમવંદનીય, શાસનસમ્રાટ, મહાન જ્યોતિર્ધર, શ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજા સાહેબ કાળધર્મ પામતાં સમસ્ત શ્રી જૈન મૂર્તિપૂજક સંઘને ન પુરાય તેવી ખોટ પડી છે. જેન જગતના મહાન તિર્ધર, પરમવંદનીય, શાસનના મહાન ગનિષ્ઠ આત્મા સમા પૂ. આચાર્યદેવે જન શાસનની મહાન અને અજોડ રીતે ધર્મ પતાકા ફરકતી રાખી હતી. આવા શાસનના પ્રાણ સમા આચાર્ય ભગવંત જતાં, આપણે જેન સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે અને અશ્રુભીની આંખે તેઓશ્રીને અંજલિ આપે છે. સદગતના આત્માને પરમશાંતિ પ્રાપ્ત થાય તે માટે બે મિનિટ મૌન પાળી અમે શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. પત્રો તથા તારસંદેશાઓ શ્રમણ સમુદાયના પત્રોમાંથી પ. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. તથા પ.પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.-માગશર વદિ ૧૪ રાત્રિના નવ વાગ્યાને એ અશુભ સમય હતો. પાક્ષિક પ્રતિક્રમણ પૂર્ણ થતાંની સાથે શેઠ વાડીલાલ ચત્રભુજ પાસેથી પ. પૂ. પરમકૃપાળુ આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના અણધાર્યા આકસ્મિક કાળધર્મના ખબર સાંભળતાં વાના આઘાતથી પણ વધુ આઘાત લાગતાં અમે બધાયને અત્યંત દુઃખ થયું. હૈયું અમે સહુ કોઈનું ભરાઈ આવ્યું, અને આંખોમાંથી અશ્રુપ્રવાહ શરૂ થ. આખી રાત લગભગ એ સ્થિતિમાં પસાર થઈ. મારા ગુરુજી તથા અમે સહુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy