________________
ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવ
[રર૯] | (શ્રી વિજયદેવસૂરિ જૈન સંઘ સ્થાપિત)
શેઠ દેવચંદ ધરમદાસની પેઢી, ડાઈને ઠરાવ પરમોપકારી, પ્રાતઃસ્મરણીય, ગુરુદેવ શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજના કાળધર્મના સમાચાર જાણી અમારો સંઘ અત્યંત શકાતુર બની ગયા છે.
તા. ૨-૧-૬૬ના રોજ અત્રે સમસ્ત જૈન સંઘની શોકસભા રા. છગનલાલ છોટાલાલના અધ્યક્ષપદે સ્વર્ગસ્થ આચાર્યશ્રીને શ્રદ્ધાંજલિ અર્પવા રાખવામાં આવી હતી, જેમાં શોકપ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો તથા સ્વર્ગસ્થના જીવનની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
શ્રી દાહોદ જૈન સંઘને ઠરાવ પૂજ્ય આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રી અચાનક કાળધર્મ પામ્યા જાણી અત્રેના સંઘે ઘણું જ દુઃખ અનુભવ્યું છે. આચાર્ય ભગવંતના કાળધર્મથી સકળ સંઘને મહાન ખોટ પડી છે. આચાર્ય ભગવંત માયાળુ અને શાંત સ્વભાવી હોઈ આવનાર દરેકના મન હરી લેતા હતા અને તેમના હાથે લીધેલ વ્રત સૌ શાંત ચિત્તે અને નિર્વિને પાર પાડી શકતા હતા. પ્રભુ તેમના પરમ આત્માને ચિર શાંતિ અર્પે એ જ અભ્યર્થના.
શ્રી થરા જિન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને ઠરાવ પરમપૂજ્ય આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના કાળધર્મના સમાચાર જાણીને શ્રી થરા સંઘે તે દિવસે પાખી પાળી હતી અને પૂજા ભણાવી હતી. તેઓના સ્વર્ગવાસથી શાસનને મોટી ખોટ પડી છે. અમારો શ્રીસંઘ સ્વર્ગસ્થ આત્માને ચિર શાંતિ ઈરછે છે.
શ્રી બરવાળા જેન સંધનો ઠરાવ પરમપૂજ્ય, પરોપકારી, પૂજ્યપાદ, જૈન શાસનના મહાન તિર્ધર, તપાગચ્છાધિપતિ, સંઘનાયક આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના તા. ૩૧-૧૨–૭૫ના રોજ થયેલ કાળધર્મથી શ્રી જૈન સંઘને, શાસનને અને સમાજને ન પુરાય તેવી ખોટ પડી છે.
સ્વ. પૂજ્ય આચાર્ય ભગવંત અનેક ગુણોના ભંડાર હતા. શાન્ત સ્વભાવ, સરળતા, નિખાલસતા, દૂરંદેશીપણું, સમયજ્ઞતા, અસાધારણ વિદ્વત્તા અને સમ્યફચારિત્ર્યના તેમના ગુણે અપૂર્વ અને મહાન હતા. તેઓશ્રીએ દર વર્ષનું દીધું અને નિરતિચાર સંયમ પાળ્યું હતું. આચાર્ય પદવીની મહાન જવાબદારી તેઓશ્રીએ ૫૦ વર્ષ સુધી શોભાવી હતી અને તેઓશ્રીની ઉંમર ૭૮ વર્ષની હતી. એકંદરે તેઓશ્રીનું જીવન પવિત્રતાથી ભરપૂર હતું. તેઓશ્રીના અમર અને ચરિત્રપૂત આત્માને ચિર શાંતિ મળે એમ ઇચ્છીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org