SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૩] આ. વિ. નંદનસૂરિ સ્મારગ્રંથ કાલચકની ગતિને કોણ જાણી શકે છે? સૌએ શોક અને દિલગિરીની લાગણીથી દેવવંદન કર્યા અને તેઓશ્રીજીના આત્માની શાંતિ ઈરછી. આ.દેવના જવાથી જૈન સંઘમાં એક ઘણું જ મોટી, ન પૂરી શકાય તેવી, ખોટ પડી છે. અમારા માટે તે એઓશ્રીજી ઘણી જ લાગણી ધરાવતા હતા. અને એઓશ્રીજીની અમારા ઉપર ઘણી જ કૃપાદૃષ્ટિ હતી. અમે પ્રતિષ્ઠા, દીક્ષા આદિનાં મુહૂર્તી મંગાવતા હતા, ત્યારે એઓશ્રીજી તરત જ ઉત્તમોત્તમ મુહૂર્તો કાઢી મોકલવાની કૃપા કરતા હતા. કેટલાક દિવસ અગાઉ એઓશ્રીજી પાસેથી વિનીતયશાશ્રીજીની વડી દીક્ષાનું મુહૂર્ત મંગાવ્યું હતું. એઓશ્રીજીએ ત્રણ-ચાર મુહૂર્તો મોકલવાની કૃપા કરી હતી. એમાંથી પોષ વદ ૬નું મુહૂર્ત નકકી કરી એને સમય પૂછવા માટે પત્ર લખવાની તૈયારીમાં હતો, તેટલામાં આ વઘાત જેવા સમાચાર છાપાંમાંથી વાંચ્યા. આખરે વૈર્ય રાખ્યા વગર છૂટકે નથી. શ્રમણ ભગવાન મહાવીરજી, જેઓની સેવામાં કેટાનુકટી દેવતાઓ અને ઇંદ્ર-ઇંદ્રાણીઓ હાજર રહેતાં હતાં અને ઉપાસના કરતાં હતાં, ત્યારે ઇંદ્ર મહારાજે વિનંતી કરી કે “આપ પર ભસ્મગ્રહ આવે છે, તે આપ એક ક્ષણ માત્ર આયુ વધારો”. પણ ભગવંતે તો ઉત્તર આપ્યો કે, “ન ભૂતો ન ભવિષ્યતિ” એક ક્ષણ માત્ર આયુ વધી-ઘટી શકે નહિ.”તો પછી આપણા જેવાની શું વાત? આચાર્યદેવના ગુણાનુવાદ જેટલા કરીએ, એટલા ઓછા છે. આપ સૌ મહાત્માઓ પણ હૈયે રાખી એઓશ્રીજીનાં પ્રતિષ્ઠા આદિના જે જે કાર્યો બાકી રહેલાં છે, તે પૂરાં કરાવશે. (લુધિયાના; તા૧-૧-૭૬) પ. પૂ. આચાર્ય શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મ.–કલાકના બનાવોએ હૈયાં હાથ રહેતાં નથી. વધુ શું લખીએ ? આપણે બધા તેઓશ્રીના ગુણોને યથાશક્ય જીવનમાં ઉતારીએ. તમોએ તો પૂજ્યશ્રીની પૂર્ણ કૃપા મેળવી અને બોટાદ લઈ જવાના નિર્ણયથી શાસનસમ્રાટની ઉજજવળ પરંપરાને વિશેષ ઉજજવળ બનાવી છે. આપણે માટે હવે તે આંસુ સારવા કરતાં ધીરતા એ જ એક આ કારમા ઘાને રૂઝવવાને ઉપાય છે. તમે સમુદાયની ખૂબ ખૂબ શોભા વધારી છે. મહા દુઃખદાયી બનાવમાં ધર્મ ધરી શાંતિ રાખવી. બાલમુનિ વગેરેને શાંતિ આપવી. (અમદાવાદ; પિષ શુદિ ૧, સં. ૨૦૩૨) પ. પૂ. આ.શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. તથા પ.પૂ. આ.શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.—માગસર વદિ ૧૪ ના સાંજે ચાલુ પ્રતિકમણમાં પૂજ્યશ્રીનાં સ્વર્ગવાસનાં વસ્ત્રઘાત કરતાં પણ વધારે દુઃખદ આઘાતજનક સમાચાર સાંભળવા મળ્યા. ઘણું જ અણધાર્યું અને અણુકયું, અઘટિત થઈ ગયું. સાંભળી બુદ્ધિ બેચેન બની ગઈ. અને હૈયું વલોવાઈ ગયું. રહી રહીને આવતી તેઓની યાદ મનને વિહ્વળ અને આંખને આંસુભીની બનાવી દે છે. આટલું જલદી આવું બની જશે એવું કયું નો'તું. તમને પણ આનાથી ઘણો જ આઘાત અને દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ કમની અકળ કળા આગળ આપણે સૌ લાચાર છીએ એટલે આશ્વાસન પ્રાપ્ત કરજે. (મુંબઈ, ગોડીજી ઉપાશ્રય; પોષ શુદિ ૪, સં. ૨૦૩૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy