SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુવાદ સભા તથા હરાવે [ ૨૨૧] કરતાં કાળધર્મ પામ્યા. તેઓશ્રીના ગુણાનુવાદની જાહેર સભા વડાચેાટા જૈન ઉપાશ્રયે રવિવાર, તા. ૪-૧-’૭૬ના રાજ સવારે ૯-૩૦ કલાકે ૫. પૃ. આચાર્ય શ્રી નિપૂણપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. આચાર્ય શ્રી કુમુદચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. પન્યાસજી શ્રી ચિદ્યાનંદજી, ગણિવર્ય પદ્મસાગરજી મહારાજશ્રી, ગણિવર્ય પ્રાધચંદ્ર વિજયશ્રી તથા પ. પૂ. મહારાજ શ્રી મહાભદ્રસાગરજી મહારાજશ્રી આદિ ગુરુ ભગવતાની શુભ નિશ્રામાં સંઘપતિ ડૉ. નવીનચંદ્ર બાબુભાઈ નગરશેઠના પ્રમુખપણા હેઠળ સુરત જૈન સંઘ તરફથી રાખવામાં આવી હતી. ચિક્કાર હાજરી વચ્ચે થયેલ ચતુર્વિધ સંઘની આ સભામાં નીચે મુજબનેા ઠરાવ કરવામાં આવ્યો હતા—— ઠરાવ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ ૬૨ વર્ષના દીર્ઘકાલીન ચારિત્રપર્યાયની વિશુદ્ધપણે આરાધના કરી, ૭૮ વર્ષની વયે, તગડી મુકામે, માગશર વદ ચૌદસ ને બુધવાર તા. ૩૧-૧૨-’૭૫ના રોજ, પરમ સમાધિપૂર્વક, નવકારમંત્રનું સ્મરણ કરતાં, કાળધમ પામ્યા એ આપણું દુઃર્ભાગ્ય છે. પરમપૂજ્ય આચાર્ય દેવને જૈન શાસન પર અસીમ ઉપકાર હતા અને તેમના સ્વર્ગારાહણથી સમસ્ત જૈન શાસનને ન પુરાય તેવી મહાન ખાટ પડી છે. તેમની વાણી આજસપૂર્ણ અને વૈરાગ્યથી પરિપૂર્ણ હતી. તેઓશ્રીએ અજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉજમણાં તથા અનેક મહાત્સવ કરાવ્યાં હતાં. જ્યાતિષમાં તેઓશ્રી પારંગત હતા. તેઓશ્રીએ ખતાવેલ મુહૂત સÖમાં શ્રેષ્ઠ હાય. તેઓશ્રી ન્યાયશાસ્ત્રમાં નિપૂણ હતા. તેઓશ્રીના સ્વહસ્તે અનેક આચાર્ય પદવીઓ, ઉપાધ્યાયપદવી, પંન્યાસ પદવી તથા અનેક દીક્ષાએ અપાઈ હતી. શાસનના સ્તંભ સમાન તેઓશ્રીનું માર્ગદર્શન ચિરસ્મરણીય બની રહેશે. જૈન શાસને એક અણમોલ રત્ન ગુમાવ્યુ` છે. આ પુણ્યાત્મા સદ્ગતિ પામે એ જ અભ્યર્થના. ભાવનગરના શ્રીસધને ઠરાવ શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસ...ધના આશ્રયે આજરોજ મળેલી સમસ્ત શ્રી જૈન સંઘની આ સભા, શ્રી જૈન સંઘના ગચ્છાધિપતિ, પરમપૂજ્ય, આચાય મહારાજ સાહેબ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ, શ્રી સં. ૨૦૩રના માગશર વદી ૧૪ ને બુધવાર તા.૩૧-૧૨-’૭૫ના શજ, તગડી મુકામે, કાળધર્મ પામ્યાના આઘાતજનક સમાચાર પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે. સ્વસ્થ વિદ્વાન આચાર્યશ્રી જ્યાતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy