________________
રરર૩
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ તેઓશ્રી તેમના આ જ્ઞાનનો લાભ સમસ્ત ભારતના જેન તેમ જ જનેતર સમાજને આપતા હતા. તેઓશ્રી જૈન સમાજના આ યુગમાં એક સાચા માર્ગદર્શક હતા. તેમનું માર્ગદર્શન જૈન સમાજની એકતા માટે ઘણું જ ઉપયોગી નીવડતું. તેમના સમુદાયમાં પણ કડક શિસ્ત અને ઉમદા ચારિત્રની ભાવના અને શ્રીસંઘ-ઉત્કર્ષની ભાવના એ તેમની વિશાળ બુદ્ધિશક્તિનાં દર્શન કરાવે છે. તેઓશ્રીનો દર વર્ષ સુદીર્ઘ અને અન્યને દષ્ટાંતરૂપ બને તે સુવિશુદ્ધ દીક્ષા પર્યાય અને તેમની સંધસંગઠનની ભાવના કાયમ માટે સૌને માટે પ્રેરણાદાયી બની રહેશે.
પૂજ્ય આચાર્યશ્રીના સ્વર્ગવાસથી સમસ્ત શ્રી જૈન સંઘને તેમ જ સાધુ-સાધ્વી સમુદાયને એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમણે જૈન સમાજ ઉપર કરેલા ઉપકારે કદી ભૂલી શકાય તેમ નથી.
સ્વર્ગસ્થ પૂજ્ય આચાર્યશ્રીનો આત્મા જ્યાં હોય ત્યાં પરમચિરસ્થાયી શાંતિ પામે એવી આ સભા અંતઃકરણથી શ્રી શાસનદેવને પ્રાર્થના કરે છે.
જામનગરના વીસા શ્રીમાળી તપગચ્છ શ્રીસંધનો ઠરાવ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયોતીપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જ્ઞાતિના પ્રમુખ શ્રી નરભેરામ વસનજી મહેતાના પ્રમુખપદે મળેલ સભા માં નીચે મુજબ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો—
પરમપૂજ્ય, તપાગચ્છાધિપતિ, બાલબ્રહ્મચારી, શાસનસમ્રાટ, આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટધર પ. પૂ. સિદ્ધાંતવાચસ્પતિ, ન્યાયવિશારદ, જ્યોતિષ-શિલ્પમહોદધિ, ગુરુદેવ આચાર્ય વિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પરમપૂજ્ય, તપાગચ્છાધિપતિ, ગરછનાયક જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તા. ૩૧-૧૨-૭૫ના રોજ તગડી મુકામે કાળધર્મ પામતાં જૈન શાસનનું અણમોલ રત્ન ગુમાવેલ છે. સિદ્ધાંત, જ્યોતિષ ને શિલ્પશાસ્ત્ર તેઓશ્રીજીના જીવનમાં પ્રધાનપદે રહેલાં હતાં. તેઓશ્રીજીના સમાગમમાં આવનાર આબાલવૃદ્ધ સહુ કઈ વાત્સલ્યભાવથી તરબોળ થતા હતા. સમસ્ત ભારતભરના જન સમાજમાં તેમના કાળધર્મથી ન પૂરી શકાય તેવી મહાન ખોટ પડી છે. અમારે શ્રીસંધ શોકમગ્ન બની ગયેલ છે. શાસનદેવ તેમના આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org