SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુવાદ સભાઓ તથા કરાવે [૧૯] માટે ભારતભરમાંથી જેન સંઘ અને અન્ય ગ૭વાળા, સંપ્રદાયવાળા પણ આવતા હતા અને પુલકિત હદયે હર્યાન્વિત બની પાછા ફરતા. પૂ. આચાર્ય ભગવંતશ્રીનું મુહૂર્ત એટલે સુવર્ણાક્ષર. ૭૮ વર્ષની ઉંમરે, દર વર્ષને સુવિશુદ્ધ અને સુદીર્ઘ ચારિત્રપર્યાય પાળી, વિજળીના ઝબકારાની જેમ ચાલી ગયા. પૂ. આ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મ. આદિ વિશાળ મુનિર્વાદ, સાધ્વીજીગણ તથા ચતુવિધ શ્રીસંઘે શ્રી ગેડીજી જૈન ઉપાશ્રયમાં દેવવંદન કરેલ. સમસ્ત ભારતવર્ષના જૈન સમાજમાં પૂ. આચાર્યદેવશ્રીજીની ન પૂરી શકાય તેવી મહાન ખોટ પડી છે. અમારે સંઘ શોકમગ્ન બન્યા છે. શ્રી આત્માનંદ જન સભા, મુંબઈને હરાવ શાસનશિરતાજ, શાંતતપમૂર્તિ, આચાર્ય ભગવંત વિજયનંદસૂરીશ્વરજી મહારાજના તા. ૩૧-૧૨-૭૫ ના કાળધર્મ પામ્યાના સમાચાર જાણી અમારી સંસ્થાના દરેક સભ્ય ખૂબ જ દુઃખ અનુભવે છે. પ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ દરેક કાર્ય પૂજ્ય ગુરુદેવની સલાહ લઈને જ કરતા હતા. અને અમારી સંસ્થાને પણ તેઓ માર્ગદર્શન લઈ કરવાનું કહેતા. આવા પરમ ઉપકારી ગુરુદેવના સ્વર્ગ-ગમનથી સમાજ વધુ અનાથ બન્યો છે. ગુરુદેવને આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાંથી અમોને માર્ગદર્શન આપે એ જ. શ્રી જવાહરનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ગેરેગાંવ (મુંબઈ)ને હરાવ સદ્દગત આચાર્ય ભગવંતના ઉરચ આત્માને શુભાંજલિ અર્પવા તેમ જ તેઓશ્રીના ગુણોનું અભિવાદન કરવા અમારા સંઘના ભાઈ-બહેનની એક સભા આજરોજ તા. ૪-૧-૭૬ના દિવસે અત્રે બિરાજમાન પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી કંચનસાગરજી મહારાજ સાહેબની નિશ્રામાં મળી હતી. અને તેઓશ્રીના અનેક ગુણોનું પૂજ્ય પંન્યાસજી મહારાજ સાહેબ તથા અન્ય વક્તાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. અને તેઓશ્રીની અમે સર્વ ઉપર કૃપાદૃષ્ટિ વરસાવવા પ્રાર્થના કરી હતી. અને નીચે મુજબ ઠરાવ કર્યો હતે ઠરાવ પરમપૂજ્ય, શાસનપ્રભાવક, અજોડ જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રી, આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજીના કાળધર્મ પામ્યાના સમાચાર જાણું અમે સંઘના સઘળા ભાઈબહેને અત્યંત દિલગીર થયાં છીએ. પૂજ્યશ્રીએ અમારા સંઘનાં સ્થાપત્યનાં કાર્યોમાં તેમ જ બીજા શુભ સમારંભમાં વિશુદ્ધ મુહૂર્તો કાઢી આપી તેમ જ માર્ગદર્શન આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy