________________
[૧૮]
આ વિનંદનસૂરિસ્મારકગ્રંથ . મુંબઈમાં ઘાટકોપરમાં પણ પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ગુણાનુવાદ સભા થઈ હતી; એમાં શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીએ બોટાદની
અંતિમયાત્રાનું વર્ણન કર્યું હતું. . મુંબઈમાં વાલકેશ્વરમાં પૂ. મુ. શ્રી યશોવિજયજીની નિશ્રામાં ગુણાનુવાદ સભા થઈ હતી.
મુંબઈના સંઘની સભા મુંબઈના શ્રી વિજયદેવસૂર સંઘ, શ્રી આદીશ્વર વીસા પોરવાડ જૈન સંઘ વગેરે ૬૦ (સાઠ) સંઘ તથા સંસ્થાઓના ઉપક્રમે, પ. પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરિજી મહારાજ આદિની નિશ્રામાં, ગુણાનુવાદ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે પ. પૂ. આ. વિજયદેવસૂરિજી, પ. પૂ. આ. વિજ્યશુભંકરસૂરિજી, પ. પૂ. આ. વિજયકીર્તિચંદ્રસૂરિજી તથા અન્ય મુનિવરાએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપતાં પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે આશરે બાવીશ હજાર શિલ્પમય દેરાસર. ઉપાશ્રયે, ગુરુમંદિરે વગેરે માટે આપેલ માર્ગદર્શનની અને તેઓની જૈનધર્મ પ્રત્યે અનુપમ શ્રદ્ધા પ્રગટાવવાની શક્તિની પ્રશંસા કરી હતી અને એમના કાળધર્મથી દેશભરના સંઘએ જે ઊંડી આઘાતની લાગણી અનુભવી હતી, એમાં આ સભાને સૂર પુરાવ્યો હતો. સભામાં સંઘના ટ્રસ્ટી શ્રી કેશવલાલ બુલાખીદાસ, શ્રી નાનચંદ શાહ, શ્રી સેવંતીલાલ સંઘવી તેમ જ સંસ્થાઓના પ્રમુખો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી બાબુલાલ સી. શાહે પિતાનું રચેલું શ્રદ્ધાંજલિ ગીત ગાયું હતું કેન્ફ'રન્સના મંત્રી શ્રી જયંતભાઈ એમ. શાહ, શ્રી કુમારપાળ વિ. શાહ, શ્રી ખૂમચંદભાઈ શ્રી શ્રી રાયચંદભાઈ શાહ, શ્રી ચીમનલાલ પાલીતાણાકર વગેરેએ પ્રવચનો કર્યા હતાં. અંતમાં શ્રી ધીરજલાલ શાહના અનુમોદનથી શ્રી છોટાલાલ શાહે રજૂ કરેલ ગુણાનુવાદ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
શ્રી આદીશ્વર જૈન પિરવાડ સંધ, મુંબઈની શ્રદ્ધાંજલિ - પ. પૂ. આચાર્ય મહારાજાધિરાજ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ.સા.ના વજ્રઘાત તુલ્ય અતિ દુઃખદ અચાનક કાળધર્મના સમાચાર સાંભળતાં વાતાવરણ શોકમગ્ન અને ભગ્નહૃદયવાળું બની ગયું. પૂજ્યપાદશ્રીજીને જન્મ વિ. સં. ૧૫૫ બોટાદ, દીક્ષા વિ. સં. ૧૯૭૦. ફક્ત ૧૨ વર્ષના જ લઘુ-દીક્ષા પર્યાયમાં, ૨૮ વર્ષની યૌવનવયે, વિ. સં. ૧૯૮૩માં આચાર્યપદે આરૂઢ થયા તે જ તેઓશ્રીજીની યોગ્યતા પુરવાર કરે છે. જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રમાં અજોડ અને અગ્રિમ સ્થાન ધરાવતા હતા. પૂજ્યશ્રીજીને તેલે કોઈ આવી શકતું નહિ, કારણ કે, ધાર્મિક મુહૂર્તી જેવડાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org