________________
ગુણાનુવાદ સભાએ તથા ઠરાવ
[૨૭] સ્વર્ગસ્થશ્રીના ચાલીશ વર્ષના પરિચયમાંથી કેટલાક શિલ્પને લગતા, કેટલાક જ્યોતિષને લગતા પ્રસંગોનો ઉલ્લેખ કરી સ્વર્ગસ્થશ્રી તે વિષયોમાં કેટલા પારંગત હતા તેનાં દાખલાઓ આપ્યા હતા અને શાસ્ત્રસિદ્ધાન્તમાં સ્વર્ગસ્થ શ્રીની નિપુણતાને ખ્યાલ આપ્યો હતે.
પરમપૂજ્ય ઉપાધ્યાયજી શ્રી હેમચંદ્રવિજયજી ગણિવરશ્રીએ સ્વર્ગસ્થશ્રી પિતાના સમુદાયના કે પર સમુદાયના સાધુઓ પ્રત્યે વાત્સલ્યભાવ ધરાવતા હતા તે ગુણનું વિશદ વિવેચન કર્યું હતું. ભારતભરમાં, હજારો જિનમંદિરની પ્રતિષ્ઠા આદિનાં શુભ મુહૂર્તો જોઈ આપ્યાની પૂજ્યશ્રી પાસે વિશાળ નોંધ રહેતી તેની યાદી આપી હતી. મુંબઈ શહેરનાં જિનમંદિરે પિકી ૭૦-૮૦ ટકા જિનમંદિરના પ્રતિષ્ઠા-મહોત્સવનાં શુભ મુહૂર્તો આ મહાપુરુષે જોઈ આપ્યાં હતાં. સ્વર્ગસ્થશ્રી સાથે વિહારમાં કે ચાતુર્માસમાં રહેવાના પ્રસંગોમાં તે મહાપુરુષના અગાધ જ્ઞાન, વાત્સલ્યભાવ, સાધુઓના અભ્યાસ અને સંયમપાલનાની કાળજી વગેરે ગુણોનું કથન કરવા સાથે સ્વર્ગસ્થ શ્રીએ રચેલા ગ્રંથ, કાવ્ય વગેરેની યાદી કહી હતી. બાદમાં શ્રી શાન્તાકૂઝ સંઘના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી હીરાલાલ નાથાલાલ શાહે સ્વર્ગસ્થશ્રીને અંજલિ આપતો નીચે મુજબ ઠરાવ રજૂ કર્યો હતો, જેને શ્રીયુત કસ્તુરભાઈએ અનુમોદન આપ્યું હતું—
ઠરાવ * શ્રી કદમ્બગિરિજી આદિ અનેક તીર્થોન તીર્થોદ્ધારક પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીશ્રીના પટ્ટધર પ્રશાન્તમૂર્તિ આગમપ્રજ્ઞ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટપ્રભાવક, શાસ્ત્રસિદ્ધાન્ત-પારંગત, શિલ્પશાસ્ત્રનિષ્ણાત, જયોતિષમાર્તડ, કવિકુલગુરુ આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ શ્રી (સંવત ૨૦૩રના માગસર વદી ૧૪ ને બુધવારના રોજ તગડી મુકામે અચાનક સમાધિપૂર્વક કાળધર્મ પામતાં સમગ્ર જન શાસનને પરમહિતિષી મહાપુરુષની જબરજસ્ત ખોટ પડી છે. તેઓશ્રીના વિરહથી ભારતભરના જૈન સંઘે એ જેવી દુઃખની લાગણીઓ અનુભવી છે, તેવી દુઃખની લાગણીઓ શ્રી સાન્તાક્રૂઝને સંઘ અનુભવે છે. અને તેઓશ્રીના સકળ સંઘ ઉપરના અમાપ ઉપકારનું સ્મરણ કરીને, શાન્તાક્રૂઝન સંઘ સ્વર્ગીય મહાપુરુષને કોટી કોટી વંદના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. અને બાસઠ વર્ષના દીર્ઘ સંયમપર્યાયમાં અને પચાસ વર્ષના ઉત્તમોત્તમ આચાર્યપદ-પર્યાયમાં અનેક પ્રકારનાં શાસનપ્રભાવનાનાં ચિરસ્મરણીય સત્કાર્યો કરી જનાર મહાન આત્મા સિદ્ધિપદને પામો એવી અભ્યર્થના વ્યક્ત કરે છે.
સકળસંઘે બાર નવકાર ગણવાપૂર્વક આ ઠરાવને પસાર કર્યો હતો. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org