________________
[૧૦]
આ. વિનધનસુરિસ્મારહાથ મહાવીરની ૨૫મી નિર્વાણકલ્યાણક શતાબ્દીની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી અંગે તેઓશ્રીએ આપેલી સુસ્પષ્ટ દરવણી. તિથિના પ્રશ્ન બાદ શતાબ્દીના પ્રશ્નને શ્રી ચતુર્વિધ સંઘ આ દિશાશૂન્ય બની જવાની તૈયારીમાં હતો, ત્યારે તેઓશ્રીએ, જરાય ખચકાટ વિના, કશીયા અવઢવમાં અટવાયા વિના, ઉજવણીની હિમાયત કરી, આ માટે વડાપ્રધાનને આશીર્વાદ પણ પાઠવ્યા! આપણું કોન્ફરન્સને પણ પ્રેરક આશીર્વાદ આપ્યા. તેઓશ્રીનાં આ બંને પગલાં સાચે જ હિંમતભર્યા, સમયસરનાં અને દૂરંદેશીભર્યા હતાં.
તેઓશ્રીની આવી નિર્ભિકતા અને નીડરતાને કારણે જ આજ એ પ્રશ્ન થાય છે કે, આજે શ્રી શત્રુંજય તીર્થ પરની પ્રતિષ્ઠા પ્રસંગે વિરોધનો વંટોળ જાગ્યો છે ત્યારે આચાર્ય શ્રી હયાત હોત તો? આનો જવાબ નથી. જે છે તે હકીકત છે. હવે આપણે આચાર્યશ્રીની સીધી દરવણી વિના આપણા પ્રશ્નો અને સમસ્યાઓનું સમાધાન મેળવી લેવાનું છે.
આચાર્યશ્રીનું સ્થાન સુપેરે સંભાળી શકે એવું કોઈ વ્યક્તિત્વ તે આજ ઝટ નજરે નથી ચડતું. ભવિષ્યની કોને ખબર છે? ત્યારે આપણા માટે એક જ વિકલ્પ રહે છે કે, આપણે હવે સંઘભાવના (ટેમ સ્પીરીટ) ખૂબ ઝડપથી નિર્માણ કરીએ, શ્રી ચતુર્વિધ સંઘનું સુકાન બહુમાન્ય બહુશ્રય એવા પાંચ-સાત શ્રમણોના હાથમાં મૂકીએ. શ્રી ચતુર્વિધ સંઘમાં એક નહિ અનેક પ્રશ્નો છે. તેમાં કેટલાક પ્રશ્નો તાકીદે ઉકેલ માંગે છે. આ બધા પ્રશ્નો અંગે હવે આપણે કોઈ એકની સામે મીટ માંડી શકીએ તેમ નથી ત્યારે, આમ કહ્યું હવે અનિવાર્ય અને આવશ્યક બની જાય છે. ' આચાર્યશ્રીના જીવનની એક ઝંખના સતત રહી હતી કે શ્રી તપગચ્છ સંઘમાં આ નિમિત્તે કે તે નિમિત્તે જે કુસંપ અને કડવાશ છે, કલેશ અને કષાય છે, તે બધાં દર થીયે, સંવત ૧૯૨ પહેલાં શ્રીસંઘમાં જે મિત્રીભાવ, પ્રમોદભાવ, કરુણાભાવ હતો, તે પુનઃ સ્થાપિત થાય. ભવિતવ્યતાનું કારણ ગણી, તેમના જીવનમાં આ કાર્ય ન થયું. હવે ફરજ આપણી છે કે આ ચાર ભાવનાને સુપેરે ચરિતાર્થ કરવી. આપણે સૌ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી હવે માત્ર એક જિનશાસનની સેવાની ધૂન રાખી સક્રિય બનીએ; આમ કરવામાં જ આચાર્યશ્રીના ગુણાનુવાદ કરવામાં કે તેઓશ્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આપણું અંતરની નિર્માતા અને સરચાઈ છે.
– “જિનસંદેશ” (પાક્ષિક), મુંબઈ, તા. ૧૫-૧-૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org