________________
[૧૧]
સામયિકો વગેરેની શ્રદ્ધાંજલિ
પ્રથમ પુણ્યતિથિએ અંજલિ
શાન્તિનું પરમ તાર્થ
(હરિગીત) નિશ, નિર્મળ નીર શા, નિર્ભય અને નિર્દોષ જે, વાત્સલ્યના ઘેઘુર વડલા સમ, સુગુણના કષ જે; શાસન તણાં શિરતાજ, ભાજન સજજનેની પ્રીતિનાં,
તે પૂજય નન્દનસૂરિવરને, ભાવથી કરું વદના. જેનું સાંનિધ્ય પામીને જીવને શાતા વળે, એના આંતરિક સંતાપે ઉપશમે અને એનાં ચિન્તા, કંટાળો અને હતાશા વિલીન થાય, એનું નામ તીર્થ.
મેં આવાં બે તીર્થો જોયાં છે એક, શ્રી શત્રુંજય મહાતીર્થ, બીજું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ.
એક સ્થાવર તીર્થ, બીજું જંગમ તીર્થ.
મારી જ વાત કરું તે, હું ગમે તેટલે કંટાળે હીં, માનસિક થાક અને પરિ. તાપ વેઠીને નિરાશા તરફ ગતિ કરતો હોઉં, એવી અનેક ક્ષણેએ મને આ બને વીર્થોનું સાક્ષાત્ કે મરણરૂપે સાંનિધ્ય સહજ મળી આવતાં મેં મારી નિરાશાને આપમેળે નાશ પામતી જોઈ છે, અંતરને પ્રસન્ન બની જતું જોયું છે અને થાક અને પરિતાપને ઓગળી જતા અનુભવ્યા છે.
આ જ અનુભવ અન્ય વ્યક્તિઓને પણ થયું છે અને એનાં પણ ઉદાહરણ મેં જાયાં છે.
અહીં હું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજનું સ્મરણસ્તવન કરીશ.
સ્વામી આનંદે એક ઠેકાણે લખ્યું છેઃ “જે તને પથ્થરમાંથી મતી પકવવાને ઊંચે કસબ આવડ્યો તે તેટલા પર તું છકીને નાદાન ન બનતે, કેમ કે એથીયે ચડિયાતે કિમિ સંત પાસે હોય છે--માણસના દિલમાંનાં વેરઝેર કાઢી નાંખવાને.” ૩
આ શબ્દ મેં વાંચ્યા, તે ક્ષણે મને પૂજ્ય આચાર્ય મહારાજનું સ્મરણ થયું. એમના સ્વભાવ વિષે ઘણને ઘણું અનુભવે ભલે થયા , પણ મને એમના સ્વભાવને પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org