________________
સામયિકો વગેરેની શ્રદ્ધાંજલિ
[૨૮] સંધનાયક શ્રી નન્દનસૂરિજીની ચિરવિદાય આચાર્ય શ્રી વિજયનન્દસૂરિજી મહારાજ ગત એકત્રીસમી ડિસેમ્બરે ચિરનિદ્રામાં પિઢી જતાં શ્રમણ સંસ્કૃતિના ગગનેથી એક તેજસ્વી તારક ખરી પડે છે; ધરતી પર એક ઝગમગતે દીપક બુઝાઈ ગયું છે. આ સાથે તપગચ્છ સંઘમાં એકતિવિપક્ષ માટે એક મહાપ્રશ્ન પણ સજા છે: “હવે સંધના સુકાની કેણ?”
- આચાર્યશ્રીના નિધન સાથે જ આ પ્રશ્ન ભારતભરમાં આ પક્ષના અનુયાયીઓમાં પુછાઈ રહ્યો છે, એ જ બતાવે છે કે લગભગ આઠેક દાયકાની તેઓશ્રીની જિંદગી કેવી પ્રતાપી અને પ્રભાવક હતી.
* ઘડિયાળથી ટેવાઈ ગયેલ કાંડા પર એકાદ દિવસ ઘડિયાળ ન હોય તે માત્ર કાંડાને જ નહીં, જીવનને પણ સૂનું લાગે છે, ત્યારે આ તો એક જીવંત વ્યક્તિ, તેમાં પણ સમગ્ર તપગચ્છ સંઘ પર પોતાના શીળા વ્યક્તિત્વથી પથરાઈ ગયેલ વંદનીય વિશેષ વ્યકિત ! એમ લાગે છે જાણે ભીડમાં સ્વજનથી એકાએક વિખૂટા પડી ગયા છીએ. ભરચક ભીડમાં અને સ્વજનના ભર્યા પરિવાર અને સમુદાય વચ્ચે પણ ઘેરી એકલતા અંતરને કેરી ખાય છે. ભારતમાં જ્યાં જ્યાં આચાર્યશ્રીને શ્રદ્ધાંજલિ અપાઈ ત્યાં ત્યાં આ જ લાગણી અભિવ્યક્ત થઈ છે.
ઘણું મનાવ્યા છતાંય મન માનવા તૈયાર થતું નથી કે આચાર્યશ્રી આપણી વચમાં નથી, છતાંય આ ક્રૂર વાસ્તવિકતા છે કે આચાર્યશ્રી આજ નથી; છે માત્ર તેમની પ્રેમાળ અને પ્રેરક સ્મૃતિઓ. સમગ્ર શ્રી ચતુર્વિધ સંઘ જ નહિ પણ, ઈતર સમાજ પણ તેમણે ધાર્મિક પ્રસંગોએ કાઢેલાં મુહૂર્ત પર શ્રદ્ધા રાખતે, એટલું જ નહિ, તેમના હાડોહાડ વિધીઓ પણ એ માટે તેમને જ આગ્રહ રાખતા. જોતિષ અને શિલ્પના તેઓ બહુકૃત વિદ્વાન હતા. મેટા ભાગનો સમાજ તેઓશ્રીને આ જ વિલક્ષણતાથી ઓળખતે, વંદતા અને પૂજતા.
પરંતુ આચાર્યશ્રી માત્ર તિષવિદ્દ અને શિલ્પશાસ્ત્રજ્ઞ જ ન હતા, શ્રીસંઘના સમર્થ, કાબેલ અને નીવડેલ સુકાની પણ હતા. બંને મુનિસંમેલન ભરાયાં અને સફળ થયાં તેમાં પાયાને યશ આચાર્યશ્રીના ફાળે જાય છે. બે તિથિને ન મત નીકળે ત્યારે અને ત્યાર પછી એ મત અને મત સામે તેઓશ્રીએ જીવનભર સારી એવી ટક્કર લીધી હતી. અફસેસ માત્ર એટલે જ કે શાસનની એકતા અને અખંડિતતા, એખલાસતા અને સૌહાર્દ માટેની તેઓશ્રીની ઝંખના છેલ્લા શ્વાસે પણ અતૃપ્ત અને અધૂરી રહી !
આચાર્યશ્રીની જીવનકારકિદીની યશક્લગી જે કંઈ બની રહેશે તો તે હશે, ભગવાન
२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org