________________
[૨૬].
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર તે આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ. પોતાના દાદાગુરુના કડક અનુશાસનમાં રહીને આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીએ જ્ઞાન અને ચારિત્રની વિમળ આરાધના કરવાને બળે, શાસનસેવા માટેની જે શક્તિ મેળવી અને તત્પરતા કેળવી, એ જૈન શાસનને માટે આ સદીમાં મોટી શક્તિ અને મેટા આધારરૂપ બની ગઈ છે; અને એ શક્તિએ અનેક આંતર તેમ જ બાહ્ય આપત્તિઓની સામે, પ્રભુના શાસનની રક્ષા કરવા સાથે ધર્મશાસનને ને ઊડતો રાખવાનું પુણ્યકાર્ય કર્યું છે, એ વાતની સાક્ષી આપણી નજર સામેનો ઇતિહાસ પણ પૂરી શકે તેમ છે. જૈન સંઘની આ સદીની કેટલી બધી ઘટનાઓ સાથે આ આચાર્યશ્રીનું નામ સંકળાયેલું છે !
પણ આવી ધર્મ પ્રીતિ, શાસનભક્તિ અને પ્રભાવશીલતાનું વરદાન વગર પ્રયત્ન કે આછોપાતળા પ્રયત્ન, રાતોરાત મળી જાય છે, એમ રખે કોઈ માની બેસે! એ માટે તે આ જન્મની, તેમ જ, ક્યારેક તો, જન્મ-જન્માંતરની અખંડ જીવનસાધનાની પણ જરૂર પડે છે. આવી સાધનાનો પરિપાક થાય છે ત્યારે શાસન પ્રભાવનાની ભાવના અને શક્તિ, શતદળ કમળની જેમ, વિકસવા માંડે છે; અને એવા જીવનસાધક મહાપુરુષના પગલે પગલે ધર્મકરણીની શુભકર સરવાણી વહેવા લાગે છે.
પંદર-સેળ વર્ષની પાંગરતી વયે સંસારવ્યવહારને ત્યાગ કરીને, તીર્થંકર પરમાત્મા, દાદાગુરુશ્રી તથા ગુરુદેવને ચરણે સર્વભાવે સમર્પિત થયેલા મુનિ નંદનવિજયજીએ પિતાની જીવનસાધનાની યાત્રા એવી એકાગ્રતાથી આગળ વધારી કે જેથી તેઓનું જીવન એક બાજુ નિષ્ઠાભરી ધર્મકિયાએથી સુરભિત બન્યું અને બીજી બાજુ સ્વ-પર શાસ્ત્રોના જ્ઞાનથી આલકિત બન્યું. જ્ઞાન-કિસાની આ સાધનાની વચ્ચે પોતાના ગુરુવર્ય તથા દાદાગુરુની ભક્તિની જયેત તો અખંડપણે જળહળતી જ રહી; ઉપરાંત, અન્ય સાધુ-મુનિરાજેનાં વિનય-વૈયાવચ્ચ કરવાનો અવસર પણ તેઓ ન ચૂકતા. આ પ્રમાણે સ્વપુરુષાર્થથી જાગી ઊઠેલ આંતરિક શક્તિમાં પોતાના ગુરુશ્રી તથા દાદાગુરુ શાસનસમ્રાટ સૂરિવરની અસીમ કૃપા અને શુભેચ્છાનું બળ ઉમેરાયું. પરિણામે મુનિ શ્રી નંદનવિજયજીને ઝડપી અને બહુમુખી એ વિકાસ થયે કે માત્ર અઠ્ઠાવીસ વર્ષની નાની અને નવયુવાન વયે એમને આચાર્ય પદની જવાબદારી સોંપીને એમના આંતરિક બળ અને તેજનું શ્રીસંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું. શાસન-સમ્રાટ સૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયનંદસૂરિજી મહારાજના પરિચયમાં આવનાર સૌકઈ જાણે છે કે આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને પોતાના આ પ્રશિષ્ય ઉપર કેટલાં હેત અને વિશ્વાસ હતાં ! અરે, આટલું જ શા માટે ? આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીએ તે પોતાના મહાન પ્રતાપી દાદાગુરુશ્રીનું વડા વજીર તરીકેનું મોટું જવાબદારીવાળું પદ મેળવી અને શોભાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org