________________
સામયિકો વગેરેની શ્રદ્ધાંજલિ
[૨૭] જાણ્યું હતું. ‘નંદન” તો જાણે પોતાના દાદાગુરુશ્રીના રોમરોમમાં વસી ગયા હતા. પોતાની નિઃસ્વાર્થ અને નિર્મળ ભક્તિ અને ગુરુવર્યની અસીમ કૃપાનું જ આ સુપરિણામ છે અને એનાં મીઠાં ફળ જે શાસનને ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રમાણમાં મળતાં રહ્યાં છે. ઉંમરના વધવા સાથે કાયાની શક્તિ ઘટે એ તો સ્વાભાવિક છે, પણ આચાર્ય શ્રી વિજયનંદસૂરિજીની શાસનદાઝ, કાર્યસૂઝ અને વ્યવસ્થાશક્તિને ઉંમરના ઘસારા પહોંચ્યા નથી એની સાક્ષી, એમની આસપાસ મધપૂડાની જેમ ગુંજતી અનેક પ્રવૃત્તિઓ આપે છે.
ધીર-ગંભીર છતાં પ્રસન્ન એમની પ્રકૃતિ છે. એમણે કાઢી આપેલાં ધર્મકાર્યોનાં શુભ મુહૂર્તો એમનાં અંતરમાં વહેતી કલ્યાણબુદ્ધિ અને શુભ નિષ્ઠાથી વિશેષ મંગલકારી બની જાય છે. તેથી જ તન અને મનને થકવી નાખે એટલા વ્યાપક પ્રમાણમાં જૈન સંઘના જુદા જુદા ગચ્છો અને ફિરકાઓની વ્યક્તિઓ એમની પાસે મુહૂર્ત કાઢી આપવાની માંગણી કરે છે. અને એક ભાવનાશીલ સંઘનાયકને શોભે એ રીતે, તેઓ આવી માગણીને પૂરેપૂરો ન્યાય પણ આપે છે.
જવાબદારીભર્યા સંઘનાયકપદને ચરિતાર્થ કરી શકે એવા શાણપણ, ધીરજ, ઠરેલપણું, સમયજ્ઞતા, દીર્ધદષ્ટિ, સમયસૂચકતા, વિચક્ષણપણું, પારગામી વિદ્વત્તા, પ્રવચનનિપુણતા, અદમ્ય ઇચ્છાશક્તિ, વ્યવહારકુશળતા, દઢ મનોબળ વગેરે અનેક ગુણે અને શક્તિઓથી તેઓશ્રીનું જીવન સમૃદ્ધ બનેલું છે, અને તેથી જ શાસન ઉપર આવી પડતી આંતરિક તથા બાહ્ય કટોકટીને વખતે તેઓ સ્પષ્ટ અને પરિણામગામી માર્ગદર્શન આપીને શ્રીસંઘની રક્ષાના ચશના ભાગી બની શકે છે.
શીળી અને પ્રશાંત એમની તાકાત છે. અને જે કંઈ કરવું હોય તે, વધુ બોલ્યા ચાલ્યા વગર કે કઈ પણ જાતનો આડંબર રસ્યા વગર, ચૂપચાપ કરી બતાવવાને એમને સ્વભાવ છે. જે કંઈ નિર્ણય કરવો હોય તે, જરાય ઉતાવળ કર્યા વગર, પૂરેપૂરો વિચાર કરીને તેઓ કરે છે; અને એક વાર અમુક નિર્ણય કરી લીધા પછી, ગમે તેવા ઝંઝાવાતની સામે પણ, અડોલ ખડા રહેવાનું એમનું ખમીર છે. વળી, વિવેકશીલતાની મર્યાદાને લખ્યા વગર નિર્ભયતા અને સ્પષ્ટવાદિતાને પોતાના જીવન સાથે વણી લેવાની એમની કળા અદભુત છે. અને જેઓ તેઓને પરાયા માનતા હોય એમને પણ પિતાના બનાવી દે એવી કરુણાભરી હેતની સરવાણી એમનાં અંતરમાં નિરંતર વહેતી રહે છે. અહિંસા, સંયમ અને તપોમય સમભાવની સાધનાને જ આ પ્રતાપ છે.
આ ગ્રંથના પ્રવચનકાર આચાર્યશ્રી અનેક ગુણો અને અનેક શક્તિઓથી શોભતા આવા મહાન સંધનાયક છે. એમની ધર્મવાણીની આ પ્રસાદીને અંતરમાં ઝીલવાનો પ્રયાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org