________________
[૨૦૫]
સામયિકે વગેરેની શ્રદ્ધાંજલિ ધરના રેમમમાં શાસનની રક્ષા અને પ્રભાવના કરવાની તમન્ના વહ્યા જ કરતી હતી. તેથી જ શ્રીસંઘે તેઓને “શાસનસમ્રાટ’ જેવું આદર-ભક્તિનું સૂચક મહાન બિરુદ અર્પણ કરીને એમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતાની ઊંડી લાગણી દર્શાવી હતી, ચારિત્રની આરાધનામાં સતત જાગૃત રહેવાની સાથે સાથે જ્ઞાનસાધના માટે પણ અસાધારણ પુરુષાર્થ કરીને તેઓએ, શાસ્ત્રપારગામીપણું પ્રાપ્ત કરવાની સાથે, એક ઉત્તમ આદર્શ ઊભું કર્યો હતો અને જ્ઞાન-ચારિત્રની સાધનાને જે માગે તેઓએ પોતાના જીવનને અમૃતમય બનાવ્યું હતું, તે માર્ગે પોતાની સંયમયાત્રાને આગળ વધારવામાં પોતાના શિષ્ય-પ્રશિષ્યને વિશાળ સમુદાય જરાય પાછળ ન રહે કે લેશ પણ પ્રમાદ ન સેવે એ માટે તેઓએ દાખવેલ ચીવટ, જાગૃતિ અને અનુશાસનની વૃત્તિ દાખલારૂપ બની રહે એવી હતી. તેમાંય આચાર્ય પ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પોતાના અંતેવાસીઓને નિયંત્રણમાં રાખવાની ધાકને તે આજે પણ લોકો સંભારે છે. તેઓ જેમ એક બાજુ પોતાના અંતેવાસીઓ ઉપર વાત્સલ્યનો અભિષેક કરી જાણતા હતા, તેમ બીજી બાજુ, શ્રીસંઘ અને સમુદાયના હિતમાં જરૂરી લાગતું ત્યારે, શિસ્તની મર્યાદાનો ભંગ કરતા પોતાના શિષ્યોપ્રશિષ્યોને કઠોર શિક્ષા કરતાં પણ ન ખમચાતા. “સાધુ બનનારે સાધુજીવનના આચારેનું અખંડપણે પાલન કરવું જ ઘટે” એ બાબતમાં તેઓ પૂરેપૂરે આગ્રહ રાખતા હતા.
એક ગુરુ તરીકેની આવી જવાબદારીને સાચવી જાણવાને કારણે જ તેઓ જુદા જુદા વિષયના નિષ્ણાત જ્ઞાતા અને શીલ-પ્રજ્ઞાની સમાન સાધનાથી શોભતા શિષ્ય-પ્રશિષ્યોનું એક મોટું જૂથ શાસનને ભેટ આપી શક્યા હતા.
શાસનસમ્રાટના શિષ્ય-પ્રશિષ્યના આ સમૂહમાં ‘ઉદય-નંદન”ની ગુરુ-શિષ્યની બેલડીનું નામ અને કામ જાણે કહેવતરૂપ બની ગયું હતું. શાસનસમ્રાટના પ્રથમ પંક્તિના શિષ્યોમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજનું સ્થાન અનોખું અને આગળ પડતું હતું. ધર્મશાસ્ત્રો, તિષવિદ્યા તથા શિલ્પશાસ્ત્રના તો તેઓ અધિકૃત વિદ્વાન હતા, છતાં એમને ન તો પોતાના સ્થાનનું લેશ પણ અભિમાન હતું, ન તો પોતાના જ્ઞાનનું રજમાત્ર ગુમાન હતું. તેઓ તે પોતાની જીવનસાધનામાં જાણે પોતાની જાતને અને પોતાના સર્વસ્વને શૂન્યમાં મેળવી દેવા માંગતા હોય એમ, આર્દશ શ્રમણને શોભે એવું, જળકમળની જેમ, સાવ અલિપ્ત અને મહમુક્ત જીવન જીવનાનો જ અખંડ પુરુષાર્થ કરતા રહેતા હતા. અને તેઓની ગુરુભક્તિનું તો કહેવું જ શું ? પોતાના ગુરુદેવ ઉપરનાં તેઓનાં અનુરાગ અને ભક્તિ તે ગુરુ ગૌતમસ્વામીની પોતાના ગુરુ પરમાત્મા મહાવીરદેવ ઉપરની ભક્તિનું સ્મરણ કરાવે એવાં અવિહડ અને ઉત્કટ હતાં. ગુરુની ભક્તિ અને ગુરુની આજ્ઞા આચાર્ય શ્રી વિજયોદયસૂરિજી મહારાજને પોતાના જીવન અને સર્વસ્વ કરતાં પણ અધિક પ્રિય હતી. સમતાના સરવર સમા અને સાવ ઓછાબોલા એ આચાર્ય પ્રવરના સત્સંગને લાભ મળવો એ જીવનનું એક જીવનપ્રદ પાથેય બની જતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org