SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦૨]. આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ જૈન સંઘમાં, ખરી રીતે કહેવું હોય તો તપગચ્છ જૈન સંઘમાં, તિથિચર્ચાના રાહુએ કલેશ, ષ, કલહ, કંકાસ અને હુંસાતુંસીના આવેશને જગવવામાં, પિોષવામાં અને વિસ્તારવામાં જે વિઘાતક અને કમનસીબીભર્યો ભાગ ભજવ્યો છે, તે સુવિદિત છે. એવા અતિ કલેશમય વાતાવરણમાં પણ તપગચ્છ જૈન સંઘને સ્વસ્થપણે અને સાચી દિશાનું માર્ગદર્શન આપી શકે એવા જે અલ્પ-સ્વલ્પ શ્રમણ-ભગવંત થઈ ગયા, તેમાં સ્વર્ગસ્થ આચાર્ય પ્રવર શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનું નામ અને કામ મોખરે છે, એમ કોઈને પણ લાગ્યા વગર નહીં રહે. ચારેકોર રાગ-દ્વેષનું કલેશકારી વાતાવરણ જ પ્રવર્તતું હોય એવા અતિ વિષમય અને ચિત્તની વૃત્તિઓને ઉશ્કેરી મૂકે એવા ભારેલા અગ્નિ જેવા વાતાવરણ વચ્ચે પણ પિતા તરફથી ઝઘડા-કંકાસનું પિષણ ન થઈ જાય અને સાથે સાથે તપગચ્છ સંઘના એક તિથિવાળા શાંત અને સમજણું પક્ષની વ્યાજબી વાત બે તિથિવાળા પક્ષની ઝનૂની જેહાદને કારણે મારી ન જાય અથવા શિથિલ ન બની જાય, એ રીતે શ્રીસંઘને માર્ગદર્શન આપવાનું અને શ્રીસંઘને સાચી દિશામાં દોરવાનું કામ તલવાર અથવા ઊંચે આભમાં બાંધેલા દોરડા ઉપર ડગ ભરવા જેવું અતિ મુશ્કેલ કામ છે. આવા મુશ્કેલ કામને એ વ્યક્તિ જ મનની શાંતિ, ચિત્તની સ્વસ્થતા અને હૃદયની કૂણી લાગણીઓને જરા પણ ક્ષતિ પહોંચાડ્યા વગર કરી બતાવી શકે છે, જેમણે પોતાના જીવનભર અહિંસા, સંયમ અને તપોમય શ્રમણ જીવનની અપ્રમત્ત સાધના કરીને પિતાના જીવનને તેજસ્વી, શક્તિશાળી અને કર્તવ્યપરાયણ બનાવ્યું હોય. શ્રમણસંઘની જે પ્રતાપી વ્યક્તિએ આવી સાધના દ્વારા પિતાના જીવનને ઉન્નત, ઉદાર અને કર્તવ્યનિષ્ઠ બનાવ્યું હોય તેને શ્રમણશ્રેષ્ઠ તરીકે જ બિરદાવવી ઘટે. આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ એક શ્રમણશ્રેષ્ઠ અને મહાન પ્રભાવક સાધુપુરુષ હતા. આવા શ્રમણ શ્રેષ્ઠ જે મહાપુરુષ પ્રભુના ધર્મશાસનની ધર્મધુરાને વહન કરતા હોય અને ભગવાનના ધર્મસંઘને સાચી દિશામાં દેરતા રહેતા હોય અને એ માટે પિતાના ઊંઘ કે આરામની પણ ખેવના ન કરતા હોય, એમને ઉપકાર આપણે શબ્દોથી કેવી રીતે માની શકીએ ? તેઓનું વતન સૌરાષ્ટ્રમાં બોટાદ ગામ. એમના પિતાનું નામ શ્રી હેમચંદ શામજી શાહ; એમનાં માતાનું નામ શ્રીમતી જમનાબહેન. જ્ઞાતિ દસા શ્રીમાળી જન. એમને જન્મ વિ. સં. ૧૯૫૫ માં. એમનું નામ નત્તમ. કુટુંબ આખું ધર્મના રંગે રંગાયેલું. એ સંસ્કારે નરોત્તમમાં નાની ઉંમરે જ સંયમ અને વૈરાગ્ય તરફની પ્રીતિરૂપે ખીલી નીકળ્યા ત્યાગ-વૈરાગ્યના આ સંસ્કારે એવા પ્રબળ હતા કે માત્ર ૧૫ વર્ષની ઉંમરે જ, વિ. સં. ૧૯૭૦માં, શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy