________________
સામયિકે વગેરેની શ્રદ્ધાંજલિ
[૨૦૩]] શાંતસ્વભાવી આચાર્ય શ્રી વિજયસૂરિજી મહારાજના શિષ્ય તરીકે, મુનિ શ્રી નંદનવિજયજીના નામે, એમણે દીક્ષા લીધી. દક્ષા પછી મુનિ શ્રી નંદનવિજયજીએ જ્ઞાન અને ચારિત્રની ઉત્કટ આરાધના કરીને એવી ગ્યતા મેળવી કે શ્રીસંઘે એમને અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે જ આચાર્ય પદવી અર્પણ કરી.
માત્ર અફૂાવીસ વર્ષની, પ્રમાણમાં નાની અને નવયુવાન કે ઊછરતી કહી શકાય એવી વયે આચાર્યપદ જેવા જૈન શાસનમાં રાજા તરીકેનું ગૌરવ ધરાવતા પદનો જેમના ઉપર અભિષેક કરવામાં આવ્યો હશે, એમને બાહ્ય તથા આત્યંતર વિકાસ કેટલો બધો થયો હશે ! આવી મહા જવાબદારીથી અલંકૃત થનાર આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે પોતાના ગુરુજનેની તથા શ્રીસંઘની ખૂબ ખૂબ કૃપા અને લાગણી મેળવી હશે ત્યારે જ આ પ્રમાણે બની શકયું હશે એ કહેવાની જરૂર નથી.
ત્રણ વસી (બાસઠ વર્ષ) કરતાં પણ વધુ સમયની સાધુજીવનની અખંડ સાધના માટેની સંયમયાત્રા અને લગભગ અરધી સદી (ઓગણપચાસ વર્ષ) જેટલાં સુદીર્ઘ સમય સુધી સફળતાપૂર્વક અને યશસ્વી રીતે નિભાવી જાણેલી આચાર્ય પદની જવાબદારી સૌનેઈના સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ પ્રત્યેનો આદર અને ભક્તિમાં વિશેષ ઉમેરો કરે એવી તથા એમના પ્રત્યેની કૃતજ્ઞતાની લાગણીને વધારે વ્યાપક બનાવે એવી છે.
શ્રીસંઘના એક સમર્થ સુકાની તરીકેનું જીવન જીવીને, પોતાની આસપાસ વાત્સલ્ય, કરુણા અને મૈત્રીભાવનું સર્વમંગલકારી વાતાવરણ રેલાવીને અને ચતુર્વિધ શ્રીસંઘના હૃદયના સ્વામી તરીકેનું વિરલ ગૌરવ મેળવીને સ્વર્ગના માર્ગે પ્રયાણ કરી ગયેલા આચાર્ય મહારાજ તો પરમ કૃતાર્થ બની ગયા, પરંતુ સાચી, શક્તિશાળી અને ધ્યેયલક્ષી સાધુતાની બાબતમાં રંક બની રહેલ આપણો સંઘ વિશેષ રંક બની ગયો !
પણ જેઓ આપણા પરમ ઉપકારી હોય અને જેમને આપણે સાચા દિલથી ચાહતા હોઈ એ તેઓ આપણી વચ્ચે સદાકાળ ટકી રહે અને મુસીબતના વખતે આપણને સત્યનો માર્ગ ચીંધતા રહે એવું બનતું નથી. જમેલાનું મૃત્યુ એ જીવનને સંહજ કમ છે, એટલે એમાંથી કોઈ પણ અળગું રહી શકતું નથી. આપણું માટે તો હવે સ્વર્ગસ્થ આચાર્ય મહારાજનાં ગુણે અને કર્તવ્યના માર્ગે ચાલવું એ જ સાચું આશ્વાસન મેળવવાનો માર્ગ છે.
અમે સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના પવિત્ર આત્માને ભાવપૂર્વક અનેકાનેક વંદના કરીએ છીએ અને આપણા એ સમર્થ સુકાનીના માર્ગે ચાલવાની બુદ્ધિ અને શક્તિ શ્રીસંઘમાં પ્રગટે એવી હાદિક પ્રાર્થના કરીએ છીએ.
–જૈન (સાપ્તાહિક), ભાવનગર, તા. ૧૦-૧-૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org