SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સામયિકા વગેરેની શ્રદ્ધાંજલિ છેલ્લી વંદના શ્રીસ`ઘના શિરછત્ર, પરમપૂજ્ય, આચાય પ્રવર શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનું યુગકાર્ય જાણે પૂરુ થયું અને તે, સૌને શાક અને ગ્લાનિમાં રુદન કરતાં મૂકી, વધુ ઉચ્ચ સ્થાન અને માનના અધિકારી બનીને, વિદાય થઈ ગયા! પુષ્પ ખરી પડ્યું, પણ એની ખુશમે સમગ્ર વાતાવરણમાં સાધુતા, સહૃદયતા અને સુજનતાના પમરાટ પ્રસરાવી ગઈ ! જૈન સ`ઘ ઉપરના એમના અસખ્ય ઉપકારાને યાદ કરીએ છીએ અને અંતર ઊડી કૃતજ્ઞતાની સરવાણીથી ગદ્ગદ બની જાય છે; અને હૃદય રડી ઊઠે છે કે, હવે એવી નિખાલસ અને માદક સલાહ લેવા કાની પાસે જઈશું અને વાત્સલ્યભરી શીળી છાંયડી પાથરતી ઘેઘુર વડલા જેવી ઉપકારકવૃત્તિના આશ્રય માટે કૈાનું શરણુ ગ્રહીશુ ? આજે એમના વિયાગ સહન કરવાના સમય આવ્યા છે, તેને સહન કરવાની શક્તિની પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ અને આપણાથી સદાને માટે વિદાય થયેલા આપણા એ પરમપ્રભાવક મહાપુરુષને છેલ્લી વંદનાની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. —જૈન (સાપ્તાહિક), ભાવનગર; તા. ૩–૧–’૭૭ તીર્થાધિરાજની યાત્રાએ જતાં અંતિમ યાત્રા [ ૧૯૭ ] તીવ્ર બુદ્ધિ, સાચા જ્ઞાન, સાચા તત્ત્વ અને સાચી શ્રદ્ધાના રસિયા જીવ-આત્મા માગશર વિ ૧૪ ને બુધવારના સધ્યા સમય પહેલાં સ'સારના કાને સમેટી સ્વગે સિધાવી ગયા. કર્મવીર, સ`ઘનાયક પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજસાહેબે તા. ૩૧-૧૨-’૭૫ના સાંજના ૫-૨૫ મિનિટ, ધંધુકા પાસે આવેલ તગડી ગામે, આ નશ્વર દેહના નવકારનુ સ્મરણ કરતાં કરતાં આપણી વચ્ચેથી ત્યાગ કર્યાં. Jain Education International પૂજ્યથીએ સાંજની ગેાચરી વાપરી લીધા બાદ માઢુ સાફ કર્યું અને જીભના લાચા વળવા લાગ્યા. બરાબર ૫-૧૦ મિનિટે તેમના છેલ્લા શબ્દો સાંભળી શકાયા.... શીલ....( પૂ. મુનિરાજ શ્રી શીલચ'દ્રવિજયજી ).... અને છનીયા ( પૂજ્યશ્રીની સેવા-શુશ્રૂષા કરનાર). બાદ તેઓશ્રીને પાટ ઉપર સુવાડી દેવામાં આવ્યા. આકરુના સ્થાનિક ડાકટર આવ્યા. પૂજ્યશ્રીની શ્વાસની ગતી વધતી ચાલી....નવકારનુ સ્મરણ પાતે કરતા રહ્યા, તેમ જ આચાર્ય શ્રી પ્રિયંકરસૂરિજી, આચાર્ય શ્રી સુર્યોદયસૂરિજી, આચાર્ય શ્રી દુર્લભસાગરસૂરિજી -આ ત્રણે આચાર્ય વર્યાએ પૂજ્યશ્રી સમક્ષ નવકારનુ` સતત સ્મરણ અને અરિહંતની ધૂન લગાવી. ડાકટર સાહેબે જરા મોટા અવાજે જણાવ્યુ કે હૃદય ખંધ પડી રહ્યું છે....અને ઇંજેકશન આપવામાં આવ્યું. કારી કઈ ફાવી નહીં! ઊંડા શ્વાસ સાથે છાતી ફુલાઈ અને પછીના શ્વાસ નીચા ગયા તે છેલ્લા રહ્યો! ધંધુકાથી ડૉ. રતિલાલભાઈ ગાંધી *કસીજનની વ્યવસ્થા સાથે આવી પહેાંચ્યા. પરંતુ અધુ વ્યર્થ હતું. ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy