________________
૧૯૮]
આ. વિ.નદનસૂરિ સ્મારકગ્રંથ પાલીતાણામાં સિદ્ધગિરિ ઉપર માહ શુદિ ૭ના થનાર પ્રતિષ્ઠા પ્રસંગને અનુલક્ષીને પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિ. નંદનસૂરીશ્વરજી મ. સાહેબ આદિ ઠાણુંઓએ અમદાવાદથી માગશર વદિ ૩, રવિવારના વિહાર કર્યો. ધંધુકા બાદ વિહારને અગ્યારમો અને છેલ્લે વિહાર તગડી રહ્યો. પૂ. આચાર્યશ્રીના કાળધર્મના સમાચારો તુરત જ પાસેના ધંધુકા, બેટાદ વગેરે સ્થળોએ અને પછી, ભારતભરમાં તાર, ટૂંકકેલ, રેડીઓ અને પી. સી. આઈ. દ્વારા અખબારમાં આવ્યા.
બેટાદમાં સાંજે છ વાગે ખબર મળતાં સંઘ ભેગો થયો. બજારે બધી બંધ થઈ ગઈ. બસ, કેરીયર અને મોટરકાર મારફત તગડી મુકામે લોકો આવવા લાગ્યા. બોટાદના દોઢસોએક ભાઈ , અમદાવાદથી શ્રી કુલચંદભાઈ છગનલાલ, ધંધુકાથી અને અનેક સ્થળેથી મોટી સંખ્યામાં મહાજન આ નશ્વર દેહના દર્શને આવી પહોંચ્યા. અગ્નિસંસ્કારની વિધિ માટે અમદાવાદથી આચાર્ય શ્રી કસ્તુરસૂરિને પત્ર અનેક શ્રાવકોના આગ્રહ સાથે, ધંધુકાને નજીકનું શહેર હોવાનાં કારણોનો આગ્રહ, તગડીના દરબારને પિતાના ગામને તીર્થધામ બનાવવાની ભાવનાના કારણે અંતિમ સંસ્કારની વિધિ માટે ખૂબ જ જોરદાર આગ્રહ રહ્યો. પરંતુ નિર્ણય થયે તેમની જન્મભૂમિના સ્થળ બેટાદનો. બોટાદના બેટાઓએ બાપના બંધનને બિરદાવી બીજાઓની અંતિમ ક્રિયા કરવાની બાજી ફેરવી દીધી. બોટાદમાં અંતિમ સંસ્કારવિધિ થશેના સમાચાર પણ અખબારમાં આવી ગયા.
આચાર્ય શ્રી સૂર્યોદયસૂરિજી આદિએ પૂજ્યશ્રીના દેહને વિધિપૂર્વક ઓસરાવી દીધો. તે દેહને ડોળીમાં વ્યવસ્થિત બાંધી વહેલી પરોઢે બોટાદ તરફ પ્રયાણ કર્યું. ડોળી ઉપાડવાવાળાઓની બીજી જેડીદારની ખાસ વ્યવસ્થા પાલીતાણાથી કરવામાં આવી. મુનિરાજ શ્રી દાનવિજયજી, મુનિ શ્રી શીલચંદ્રવિજયજી આદિ ઠાણા ૪ અને બોટાદના ચાર યુવાને સાથે ખાડા-કાંકરાવાળે વિકટ રસ્તો પસાર કરી બરાબર બાર વાગે બેટાદ આવ્યા. બહેનોના ઉપાશ્રયમાં સ્વના દેહને લાવતાં દર્શનાર્થીઓની ભારી ભીડ જામી.
બરાબર સમયસર ત્રણ વાગે ‘જય જય નંદા, જય જય ભદ્દાના બુલંદ અવાજે સાથે સ્વર આચાર્યશ્રીને દેહને ઉપાશ્રય ઉપરથી નીચે લાવી પાલખીમાં પધરાવવામાં આવ્યા. આ સમયે સાયે રસ્તો માનવમેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. હજુ પણ દર્શન કરવાવાળા ભાવિકેનું આવાગમન ચાલુ હોઈ ગીદી બેકાબુ બની ગઈ હતી. સુરતની સુંદર વ્યવસ્થાને લઈ સ્મશાનયાત્રા સમયસર નીકળી શકી હતી. બેટાદની બજારે આજે બંધ હઈ ગામનો તમામ વર્ગ અને બહારગામથી આવેલ હજારને સમૂહ આ યાત્રામાં જોડાઈ “જય જય નંદા અને જય જય ભદ્દાનાં સૂત્રે ઉલાસભાવે પોકારી રહ્યા હતા. પાલખી મુખ્ય માર્ગો અને પરા વિસ્તારમાં ફરી બજારમાં દેરાસર સામે શ્રી નેમિનંદન વિહાર (આ સ્થળે પૂજયશ્રીના ઉપદેશથી તેમનું નામ જોડી પૌષઘશાળા થવાની હતી)ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org