________________
[૧૬]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ પ્રશ્નોને તટસ્થ ભાવે જેતા. પ્રશ્નને બધી બાજુએથી તેઓ તપાસતા. નીડરતાથી સચોટ નિર્ણય લેતા અને એ નિર્ણયને મકકમતાથી વફાદાર રહેતા.
ગત વર્ષે ભારત સરકારે ભગવાન મહાવીરની ૨૫૦૦ વર્ષની નિર્વાણ જયંતી ઊજવી. પૂ. આચાર્ય મહારાજને અભિપ્રાય પૂછવામાં આવ્યું. તેઓશ્રીએ સ્પષ્ટ ઉત્તરમાં કહ્યું કે ભગવાનની જયંતી જરૂર ઊજવવી જોઈએ. ઉત્સાહથી ભાગ લે એ ગ્ય છે. રાજનગરમાં એઓશ્રીની નિશ્રામાં ઉજવણી થઈ.
શત્રુંજય જૈનોનું તીર્થાધિરાજ, પ્રતિષ્ઠાનો પવિત્ર પ્રસંગ આવ્યું. તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા થાય એ ગ્ય છે, એ સંદેશ મળે.
કથળેલા વૃદ્ધ શરીરમાં વસેલા ભક્તિપૂર્ણ મક્કમ આત્માએ સંદેશ ઝીલ્ય.
પાલીતાણા ભણી વિહાર શરૂ થયો. તગડી મુકામે દેહ છોડ્યો. બોટાદમાં અગ્નિસંસકાર થયે. માનવી ધારે છે કંઈક અને થાય છે કઈક!
જૈન શાસનમાં એક તેજસ્વી દીપક બુઝાય. આપણે સહુ તેઓશ્રીના અમર આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ. તેઓશ્રીએ મૂકેલા તેજના લીસોટાને અનુસરી કૃતકૃત્યતા અનુભવીએ. સર્વત્ર અવમતુ સ્ત્રો:
–સેવક (દૈનિક); અમદાવાદ, તા. ૩૧-૧-'૭૬
સર્વોચ્ચ આચાર્ય જૈન સમાજના સર્વોચ્ચ આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, બુધવાર તા. ૩૧-૧૨-૭૫ ના રોજ સૌરાષ્ટ્રના ધંધુકાની બાજુમાં તગડી ગામમાં કાળધર્મ પામ્યા છે. આચાર્ય શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી ચારિત્રવૃદ્ધ અને વવૃદ્ધ હતા અને જૈન સમાજમાં તિષ અને વિજ્ઞાનમાં સર્વે પક્ષે સન્માનિત જ્ઞાનવૃદ્ધ હતા.
સ્વ. આચાર્યદેવ શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર હતા, તેમ જ શ્રીમદ્ વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના પ્રખર વિદ્વાન શિષ્ય હતા. મુંબઈ અને ઉપનગરના જૈન સંઘમાં તેમ જ આ. વિજયપ્રતાપસૂરીશ્વરજી, આ. વિજયધર્મસૂરીશ્વરજી, આ. વિ. દેવસૂરીશ્વરજી, આ. વિ. મેરુપ્રભસૂરીશ્વરજી; મુનિ મહારાજ શ્રી યશોવિજયજી વગેરેએ આ સમાચાર સાંભળી આઘાત અનુભવ્યો હતો. સમસ્ત જૈન સમાજ શોકમગ્ન બન્યો છે.
–મુંબઈ સમાચાર (દૈનિક), મુંબઈ, તા. ૧-૧-૧૯૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org