________________
સામયિકો વગેરેની શ્રદ્ધાંજલિ
[૧૯૫ ઉંમરના આરે પહોંચેલા મુનિની અચાનક તબિયત કથળી. કરાલ કાળે કેળિયો કર્યો. મુનિએ નશ્વરદેહ છોડ્યો. મુક્ત ગગનમાં વિહરનારે હંસ વિહરવા ચાલ્યા.
મુનિના નશ્વર દેહને જૈન પરંપરા અનુસાર પાલખીમાં તેમના જન્મસ્થાન બોટાદ લાવવામાં આવ્યા. બોટાદમાં ગુરુવારે બપોરે ત્રણ વાગે પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર થયો.
ગામેગામથી આબાલવૃદ્ધ જૈન-જૈનેતરે તેમના નશ્વર દેહના દર્શનાર્થે શ્રદ્ધાંજલિ આપવા હજારોની સંખ્યામાં આવી પહોંચ્યા. બેટાદની જનતાએ સ્વયંસ્કુરિત શેક પાળે. નશ્વર દેહ પંચભૂતમાં વિલીન થે. ફૂલ કરમાય પણ પરિમલ પાથરતું જાય.
આ મુનિ એટલે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમુદાયના પ્રભાવશાળી વિદ્વાન આચાર્ય પૂ. વિજયનંદનસૂરીશ્વરજી.
વિ. સં. ૧૯૫૫માં બોટાદમાં તેમનો જન્મ થયો હતો. નરોત્તમ તેમનું નામ. બાલ્યકાળથી નરોત્તમને માતપિતાએ ઉત્તમ સંસ્કાર સીંચેલા.
વિ. સં. ૧૯૬૬માં મહાન જૈનાચાર્ય વિજયનેમિસૂરીશ્વરજીનું ચાતુર્માસ બોટાદમાં થયું. તેઓશ્રીજીનું વ્યકિત્વ અજોડ હતું. જેનોમાં તેઓશ્રી “શાસનસમ્રાટ' નામે ઓળખાય છે.
બાળક નરમ શાસનસમ્રાટના સંપર્કમાં આવ્યા. ત્યાગભાવનાનું બીજ સ્કુયું. વિ. સં. ૧૯૭૦માં ભાગવતી દીક્ષા લીધી. બાળ નરોત્તમ મુનિ નંદનવિજય બન્યા.
દીક્ષા લીધા બાદ તેમણે જીવનસાધના આરંભી. જૈન-જૈનેતર દર્શનશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ગુરુભક્તિ એ એઓશ્રીના જીવનને ધબકાર હતો. જ્ઞાનની ઉપાસના એ જીવનનું ધ્યેય હતું.
૨૮ વર્ષની નાની વયમાં આચાર્યપદ મેળવ્યું. હવે જૈન શાસનની સેવાભક્તિ એ એમનું જીવનકાર્ય બન્યું.
ઉપાશ્રયમાં પાટે બેસી શાસ્ત્રનો ઉપદેશ આપે ત્યારે શ્રોતાજનોને એક વિદ્વાન પ્રોફેસરની છટા અને શક્તિની ઝાંખી થતી.
આબાલવૃદ્ધ સહુ કોઈને પ્રેમભાવથી વાસક્ષેપ ચૂર્ણથી આશીર્વાદ આપતા; આ તેમની નમ્રતા, નિખાલસતા હતી.
વળી, શિષ્યવૃંદને પાઠ આપવાનું પણ કદી ચૂક્તા નહિ. સાધવઃ જ્ઞાનધ્યાનધન : ”
તેઓશ્રી જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રમાં ખૂબ ઊંડો રસ ધરાવતા. ન્યાત, જાત, કેમના ભેદભાવ વિના ઉપાશ્રયે આવનાર વ્યક્તિઓને શુભ મુહૂર્તનું પ્રદાન કરતા.
જૈન સંઘના અગ્રણીઓ અનેક પ્રશ્નોના ઉકેલ માટે તેઓશ્રીનું માર્ગદર્શન માગતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org