________________
[૧૯૪]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ વિજયનેમિસૂરિ મહારાજના પટ્ટપ્રભાવક આ. ઉદયસૂરિ મહારાજના પટ્ટધર આચાર્ય નંદનસૂરીશ્વરજી મહારાજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પાલીતાણામાં થનારી મહાપ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ હાજરી આપવા અમદાવાદથી વિહાર કરીને જઈ રહ્યા હતા. પ્રતિષ્ઠાવિધિ આચાર્યશ્રીના વરદ હસ્તે થવાની હતી. તેમના કાળધર્મથી સાધુ સમાજ અને જૈન સમાજને ન પુરાય તેવી ખોટ પડી છે.
ગત એપ્રિલ માસની ૨૩મી તારીખે ભગવાન મહાવીરદેવના જન્મકલ્યાણક દિને અમદાવાદમાં યોજાયેલ એક વિશાળ સભાને સંબોધતાં આચાર્યો ખરું કહ્યું હતું કે
ભગવાન મહાવીરના ૨૪૦૦મા નિર્વાણવર્ષમાં આપણે અહીં હતા નહિ અને ૨૬૦૦માં નિર્વાણવર્ષમાં આપણે નહિ હાઈએ; એટલે આપણા માટે તો ૨૫૦૦મું વર્ષ અને ૨૫૦૦મા વર્ષની ઉજવણી એ જ બરાબર છે. અને ભાગ્યમાં હોય તો જ લાભ મળી શકે છે.”
આજથી ૭૭ વર્ષ પૂર્વે, ઈ. સ. ૧૯હ્માં , બેટાદ ગામમાં જમનાબહેનની કૂખે જન્મ લીધો હતો. તેમનું મૂળ નામ નરોત્તમ હતું. માબાપ અને કુટુંબના સંસ્કારોના વારસાના પરિણામે બેટાદમાં વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ ચોમાસું કરવા પધાર્યા ત્યારે તેમને સત્સંગે એ સંસ્કારે ઊગી નીકળ્યા અને નરોત્તમને ત્યાગની ભાવના જાગી અને સં. ૧૯૭૦માં પૂજ્ય ગુરુમહારાજના આશીર્વાદપૂર્વક દીક્ષા લીધી અને મુનિરાજ શ્રી નંદનવિજયજી નામે જાહેર થયા હતા. અને દશ વર્ષમાં સાંગોપાંગ વિદ્વત્તા પરિપૂર્ણ કરી હતી. પરિણામે પ્રસન્ન બનેલા ગુરુભગવંતે ૪૫ આગમસૂત્રના યોગોદ્દવહન કરાવી સંવત ૧૯૮૦માં પંન્યાસપદ અને સં. ૧૯૮૩માં આચાર્ય પદપ્રદાન કરવામાં આવ્યાં હતાં.
આચાર્યને દીક્ષાનાં ૬૨ વર્ષ અને આચાર્ય પદનાં ૪૯ વર્ષ પસાર થઈ ગયાં છે. તેઓ મુહૂર્તશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના જ્ઞાતા હતા. જૈન સંઘ દ્વારા થતાં મુહૂર્તો તેમની પાસેથી મેળવાતાં હતાં.
કે, અમદાવાદ, તા. ૧-૧-૧૯૭૬
તેજસ્વી દાપક સૌરાષ્ટ્ર સંત અને વીરોની જન્મભૂમિ છે. બોટાદ સૌરાષ્ટ્રનું પ્રખ્યાત ગામ. ગુજરાતી ભાષાના મહાન કવિવર બેટાદકરની એ જન્મભૂમિ.
પ્રતિભાશાળી વિદ્વાન જૈન મુનિવરોને આ ભૂમિમાં જન્મ થયેલો.
વિ. સં. ૨૦૩રના માગશર વદ ૧૪ને દિવસ ઊગે. એક મુનિ, સમુદાય સાથે, બેટાદ પાસે તગડી મુકામ પધાર્યા.
સાંજના પાંચ વાગ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org