________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
પ્રતિક્રમણ પહેલાં મને કહે “તારે અહીં સૂવાનું છે ને ?”
:
મેં ના કહી.
પ્રતિક્રમણ પછી દસ વાગે મને ફરી કહે: “તું અહીં કઈ તરફ સૂઈશ ? આ બાજુ કે આ બાજુ ? ”
મને આશ્ચર્ય થયું. મેં પહેલાં ના કડી તેાય સાહેબજી કેમ ફરી પૂછતા હશે? પણ બીજે વિચાર ન આવ્યા. મે એ વખતેય ના કહી. રે! કમભાગ્યે જ આવું કરાવતું હશે ને ?
[ ૧૮૫ ]
ના પાડી, એટલે કહે : “સવારે વહેલા આવી જજે.'
સમિયાજીને કહે : “ આને ઉપાશ્રયે મૂકી આવ.” જતી વખતે તે મને કાયમ રાત્રે ઓઢાડતા તે કામળી પરાણે આપી.
४७
કાળધમ
માગશર વિશ્વ ૧૪:
આજે સવારથી જ વાતાવરણ વાદળિયું હતું. ગમગીનીના આછે છતાં અણગમતા આભાસ થતા હતા.
પૂજ્યશ્રી સવારે ઊઠવા, ઠેલ્લે જઈ આવ્યા. પ્રતિક્રમણાદિ ક્રિયા કરીને તૈયાર થયા. બધા સાધુએ વિહાર કરી ગયા હતા; અમે બે-ત્રણ ખાકી રહ્યા હતા. કહે “ આજે તેા નાના વિહાર છે. આપણે સાડા છ પછી નીકળશું.”
સાડા છએ નીકળ્યા. દેરાસરે ગયા. ચૈત્યવંદન કરીને બહાર શ્રાવકોને માંગલિક સભળાવ્યુ. પછી વિહાર કર્યો.
રસ્તામાં આકાશ સામું જોઈને કહે : “આજે શુક્ર ને ચંદ્રની યુતિ છે ને ? જો સામે દેખાય છે.”
Jain Education International
વલભીપુરથી કયા રસ્તે જવુ, એની વાત નીકળી. કહેઃ “ આપણે ધાંધલી-શિહારના રસ્તે નથી જવું; આપણે તો કાયમના રસ્તે ઉમરાળા થઈ ને જ જવું છે,”
२४
For Private & Personal Use Only
www.jainelibrary.org