SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] આ. વિનદનસૂરિ-સ્મારકત્ર થ તગડી પહાંચ્યા. ત્યાં માત્રુ કરવા બેઠા. માત્રુ' કરીને ઊઠતાં એકદમ પડી જાય, એમ થયું', તરત જ દાનવિજયજીએ ઝાલી લીધા; પૂછ્યું : “ કેમ સાહેબ ! ચક્કર આવે છે ? ” કહે : “ના, પણ અશક્તિ ખૂબ લાગે છે.” નવકારશી વાપરતાં કહે : “ દાનવિજય ! આજે બહુ વપરાઈ ગયું છે. કોઈની નજર તેા નહિ લાગે ને ?” પછી હસ્યા. અહી આવ્યા પછી મહાખળવિજયજી પડી ગયાની વાત જાણી, એટલે કહેઃ “ એમની ખખર કાઢી આવ્યા ? જા, પહેલાં જઈ આવ.” બધા નવકારશી વાપરવા બેઠા, ત્યારે હુ ત્યાં ગયા. મને પૂછેઃ “ વાપર્યું"? ” મેં કહ્યું: “મારે એકાસણુ કરવુ છે.” એટલે કહેઃ “તુ તે ગાંડો છે, હુ કહુ એમ કર. નવકારશી કર.” મેં ના કહી. તેા કહે : “ બેસણું કર.” પણ છેવટે મારા આગ્રહ જોઈ ને એકાસણાનું પચ્ચક્ખાણ કરાવ્યું. પછી કહે : “ચાલ, મારે બહાર તડકે બેસવુ' છે. આસન લઈ લે.” બહાર પધાર્યા. હાથમાં ભગવદ્ગીતાની નાની ચાપડી લીધી. તડકે બેસીને ચાપડી મારા હાથમાં આપીને કહે : “આમાં બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના તેર શ્લોકા આવે છે, એ કાઢ ને એલ. મને એ માઢે હતા, પણ હમણાં ભૂલી ગયો છુ.” મે' શ્લોકા કાઢળ્યા ને ખેલવુ શરૂ કર્યું': સ્થિતપ્રજ્ઞસ્ય ના માવા ?-એ એક લીટી એલ્યે, ત્યાં તે તેય શ્ર્લાક તે બેાલી ગયા. વચ્ચે વચ્ચે એના અર્થ સમજાવતા ગયા. અગિયારમા-બારમા શ્લોક વખતે કહેઃ “ આપણામાં તીર્થંકરના જીવા શુક્લધ્યાનના બીજા પાયામાં આવે ત્યારે આવી પ્રસન્નતામાં આવી જાય છે.” પછી કહે : “ આ તા ગીતા છે; સગ્રહ છે, જેને જે ઉપયાગનુ હોય, તેના ઉપયાગ કરે. બાકીનું પડયું રહે, તુ એક વખત ગીતા વાંચી જજે.” આ પછી અમને કહ્યું: “હવે તમારે બહાર જવું હોય કે વાંચવું હોય તો જાવ. હું અહી બેઠો છું.” રે, એ વખતે મને પના પણ કયાંથી આવે કે આ શ્લોકો યાદ કરીને પોતાના સ્થિતપ્રજ્ઞ-સ્વરૂપનું જ દન એમણે આજે કરાવ્યું છે, ને આજે ખનનાર બનાવમાં સ્થિતપ્રજ્ઞ બનતાં શીખવાની અમને પ્રેરણા પાઈ છે ? અમે ગયા. એમની નજર એ પછી બળદ પર પડી. સમિયાને કહે : “ સમિયા ! આ બળદને તું કાંઈ ખવડાવે છે કે નહિ ? ” સમિયા કહે : “ હા સાહેબ! ઘાસ, રજકો વગેરે ખવડાવીએ છીએ.” તા કહે : “ એ બધું નહિ. ગેાળ ને તેલ ખવડાવે છે કે નહિ ? ” સમિયા કહે : “ ખવડાવીએ છીએ, પણ હમણાં એ દિવસથી નથી ખવડાવ્યું. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy