________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૮૩] પડખું ફરીને સૂતા હતા ને કાનાભાઈ કમ્મર દબાવતા હતા. એમને ઉઠાડીને હું દબાવવા બેઠે. થોડીવારે પૂછ્યું: “કેણ દબાવે છે ?” મેં કહ્યું : “હું છું સાહેબ!” એટલે તરત નીચે બેસીને બત્રીશી બેલવા કહ્યું.
હું બંને બત્રીશી બેલ્યો. એ પૂરી થતાં કહેઃ “સ્યાદ્વાદમંજરીવાળી બત્રીશીને સરળ અર્થ હિંદી ભાષામાં આત્મારામજી મહારાજે કર્યો છે, એ બહુ સરસ છે. એક વાર વાંચી તે જેવો.”
આટલું કહી એમના ગ્રંથનું નામ યાદ કરવા માંડ્યા, પણ યાદ ન આવ્યું. મેં કહ્યું : “અજ્ઞાનતિમિરભાસ્કર?” તે ના કહી. “તત્ત્વનિર્ણયપ્રાસાદ?” તરત હા કહી.
પછી કહેઃ “આ બંને ગ્રંથ અને જૈન તત્ત્વાદર્શ વડોદરાથી બે ભાગમાં ફરીવાર છપાયા છે તે પણ વાંચી જવા જેવા છે. વાંચી જજે.”
માગશર વદિ ૧૩:
આજે ધધુકા આવ્યા. ત્યાં તેઓ રસિકભાઈ ખોળવાળાના બંગલે ઊતર્યા. સાધુઓ બધા ઉપાશ્રયે ઊતર્યા. નવકારશી પછી હું બંગલે ગયે, તે મને કહેઃ “અહીં જગ્યા ઘણી મોટી છે, તારે આવવું હોય તો આવી જજે. રાત્રે અહી સૂજે.” મેં કહ્યું : “અહીં મહાબળવિજયજી છે, અને ગૃહસ્થની અવરજવર છે, એટલે હું આજે ઉપાશ્રયે રહીશ.”
- લગભગ અગિયાર વાગે પં. મફતલાલ, કુલચંદભાઈ, શકરચંદ મણિલાલ, કેશુભાઈ વકીલ, પ્રબોધભાઈ વગેરે અમદાવાદથી આવ્યા. પ્રતિષ્ઠા અંગેના વિરોધની ને તેના પ્રતીકારની વાત નીકળી. પં. મફતલાલે કહ્યું: “આ વખતે આપના ચંદ્રોદયસૂરિજીએ બે-ચાર વ્યાખ્યાને ઘણાં સારાં આપ્યાં છે. વિરોધીઓને ખૂબ ઝાટક્યા છે. મને લાગે છે કે આ લોકો સામે આપણે કાંઈક વ્યવસ્થિત કામ કરવું પડશે, સંગઠન કરવું જ
ઈશે, એ માટે ચંદ્રોદયસૂરિ જેવા શક્તિશાળી સાધુ મહિને દિવસ અમદાવાદમાં રહે તે કાંઈક થઈ શકે.”
આ વાતને ટેકો આપતાં એમણે કહ્યું : “ વ્યાખ્યાનમાં ને લોકને કેળવવામાં ચંદ્રોદયસૂરિની શક્તિ જબરી છે. એણે રોકાવું જોઈએ ને એ શેકાય તે જરૂર ધારે તે કામ કરાવી શકે.”
પછી કહેઃ “આ લોકોને તે એક જ ધધો છે-સવારમાં ઊઠીને કષાયે કરવા, તોફાન ને ધમાલ કરવી, બીજાની નિદા કરવી. આ બધામાં જ એમણે ધર્મ માન્ય છે. હવે આ વખતે એનાથી દમ ખાશે તો નહિ ચાલે.”
આ શબ્દો બોલતી વખતન એમને જુસ્સો અસામાન્ય હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org