________________
[૧૧]
વાત્સલ્યનિધિ સંઘનાયક
આ પછી કહેઃ “મેઘાણીની ચોપડીઓય ઘણી સારી હોય છે. આપણે ભંડારમાં મંગાવીએ છીએ કે નહિ? આપણું ભંડારમાં છે કે નહિ?” ના કહી, તે કહેઃ “આવી પડીએ તે ખાસ મંગાવવી જોઈએ. એમાં પૂછવું નહિ. આ વખતે મંગાવી લેજે.” ડી મિનિટો ગઈ ને એમણે એક કવિતા કહીઃ
મરે ભૂખે ભાવે મૃગપતિ કદી નવ તૃણ ચરે, તપે તાપે તેઓ સુખડ ન સુગંધી પરિહરે, પ્રતાપી રાણાજી! મરણ સહી, ના ધર્મ વિસરે,
સદા એથી તારી દુશમન મુખે કીર્તિ ઉચશે.” આ બોલીને ઉમેર્યું: “રાનું પ્રતાપ જે વખતે અકબરને નમવાને વિચાર કરતા હતા, ત્યારે એમને કેઈ કે આ કહ્યું છે.”
આ પછી પૂછેઃ “તને સિકંદરનાં ફરમાને આવડે છે?” મેં કહ્યું: “પહેલાં આવડતાં હતાં, હવે નહિ.”
કહેઃ “બહુ સરસ છે. મોટા મહારાજ તે એના પર આખું વ્યાખ્યાન ચલાવતા. હું ઘણી વાર કહેતે. હવે ભૂલી ગયે છું.”
અને છેલ્લે બોલ્યા: “અબજોની મિલકત આપતાં પણ એ સિકંદર ના બર.” આ પછી સંથારી ગયા. માગશર વદિ ૧૨ઃ
આજે ખડોળ આવ્યા. નવકારશી વાપરીને ઉપરથી બધા સાધુઓ આવ્યા એટલે શ્રી મહાબળવિજ્યજીને પૂછેઃ “કેટલાં દ્રવ્ય વાપર્યા?” એમણે “ત્રણેક' ગણાવ્યાં. તે કહેઃ “ના, વધારે હશે.” પછી એક એક વસ્તુનું નામ લઈને પૂછતા ગયા : “આ વાપર્યું? આ વાપર્યું ?” હા-ના કરતાં છ દ્રવ્ય વાપર્યા હોવાનું નક્કી થયું, એટલે કહેઃ “જુઓ, કેટલાં દ્રવ્ય વાપર્યા એય આમને યાદ નથી!” ને બધા હસી પડ્યા.
બપોરે ચા આવી ત્યારે, એમની પાટની ડાબી તરફ, મારા આસને હું ઓઢીને સૂતો હતો. એ જોઈને સુરેન્દ્રવિજયજીને કહેઃ “આપણે આ તરફ આસન નાખો. આ ચા પીતા નથી, એટલે માગશે નહિ. જે ન માગે એની પાસે બેસવું, એટલે ચા ઓછી ન થાય, આપવી ન પડે.”
ગમે તેમ, પણ આજે સવારથી જ તેઓ આવી ગમ્મતમાં હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org