SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ સૌનાં દિલમાં જેટલી ગમગીની ફેલાતી હતી, એટલે જ આનંદ તેઓ પ્રતિષ્ઠાના મહાન કાર્ય માટે જઈ રહ્યા છે એ ખ્યાલ આવતાં છવાતે હતો. અને એ ખ્યાલે એમને પોતાના શ્રદ્ધય આ પુણ્યપુરુષની મહત્તાની, એમના પુણ્યબળની પણ કલ્પના આવતી હતી. નિયત કરેલા શુભ સમયે, પરમગુરુદેવની મૂર્તિઓને વંદન કરીને, શ્રી વિજયનંદનસૂરિજી, મુનિસમુદાય સાથે, ઉપાશ્રયની બહાર નીકળીને ચાર માણસ ઉપાડે એવી મેટી ડોળમાં બેઠા, ત્યારે જનતાએ એમને જયનાદથી વધાવી લીધા. એમને પ્રસ્થાનને સૌએ અંતરની મંગળકામનાઓ વાંછી. પાંજરાપોળથી નીકળી, રિલીફરોડ, લાલ દરવાજા, નહેરુ પુલ, થઈને પાલડી વિસ્તારમાં આવ્યા. ત્યાં શ્રી જોગીભાઈ સુતરિયા, ડે. રસિકભાઈ સ્વરૂપચંદ શેઠ વગેરેની વિનતિથી તેમને આંગણે પગલાં કરતાં કરતાં ફત્તેહપુરા શ્રી રમણલાલ ચંદુલાલ ગાંધીને બંગલે પધાર્યા. ત્યાં કલાક સ્થિરતા કરી પરચખાણ પાયું. અહીંથી સામૈયા સાથે શાંતિવન શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરમાં પધાર્યા. ચાલુ સામૈયામાં શ્રી વિવેકવિજયજીને લાવ્યા; કહેઃ “કેશુભાઈ શેઠ અત્યારે દસ વાગે આવવાના છે. એમનાથી પગથિયાં નથી ચડી શકાતાં. એટલે બહાર ચોકમાં એક પાટ ને એક ખુરશી મુકાવી દેજે.” વિવેકવિજયજીએ અચકાતાં અચકાતાં કહ્યું: “પણ સાહેબ ! આજે છાપામાં આવ્યું છે કે કેશુભાઈ શેઠના દીકરા મનુભાઈ રાત્રે ગુજરી ગયા છે. આવું હોય તે શેઠ આવે ખરા ?” આ સાંભળીને તેઓ એકદમ ચોંકી ગયા. કહે: “સાચી વાત છે?” હાને જવાબ મળતાં મને બોલાવીને કહેઃ “આવું બન્યું છે. મનુભાઈ કેવા સારા માણસ હતા ! હવે શેઠ નહિ આવે.” આટલું કહીને તેઓ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. મેં પર વિષાદની રેખાઓ અંકિત થઈ ગઈ. સામૈયું જ્ઞાનમંદિરે પહોંચ્યું. ત્યાં મંગલાચરણ કરીને પોતે જ દસ મિનિટ પ્રવચન આપ્યું. भवजलहिंमि अपारे, दुलह मणुअत्तण पि जीतूण । तत्थ वि अणत्थहरण', दुलह सद्धम्मवररयण ॥ આ ગાથાના વિવેચનમાં સંસારની સમુદ્ર સાથે સરખામણી કરી બતાવી. સંસારની અસારતા ને નશ્વરતા હૈયા સેંસરવા ઉતરી જાય એવા શબ્દોમાં વર્ણવી. વ્યાખ્યાન સમાપ્ત કરીને હજી પાટ પરથી ઊતરતા હતા ત્યાં જ પં. મતલાલ આવ્યા. એમને બોલાવીને કહેઃ “મફતલાલ! આ મનુભાઈનું તે ગજબ બની ગયું છે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy