________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૬] મેં તો સાંભળ્યું ત્યારથી એના જ વિચારો આવે છે. કે સારો માણસ! તબિયત પણ કેવી સારી ! છતાં અમારા જેવા ઘરડા એમ ને એમ રહે છે, ને આવા જુવાને અચાનક જતા રહે છે. આવું બને છે ત્યારે સંસારનું સ્વરૂપ ખરેખર સમજાય છે ?
તસ્તન માને, ચણા જ તનિશિ ! ___दृश्यते य भवेऽस्मिन् हि, पदार्थानामनित्यता ॥
–જે સવારે છે, એ બપોરે નથી. સવારે આનંદમંગળ કરતો હોય ને બપોરે સંભળાય કે એને હાર્ટ ફેઈલ થઈ ગયું. બપોરે બજારમાં ફરતો હોય ને વાત કરતે હાય, ને સાંજે જુઓ તો એને હાર્ટએટેક કે હેમરેજ થઈ ગયાં હોય. ભગવાન તે કહે છે: “Tદા ૪ દિવા પમુળ, રસમાં ચમ! મા ઉમાથg'-કર્મના વિપક ગાંઠઅણધાર્યા આવીને ઊભા રહે છે. માટે હે ગૌતમ! ક્ષણને પણ પ્રમાદ કરીશ નહિ.” આવું બને છે, ત્યારે આ બધી વાત સાચી લાગે છે.”
પછી પાટ પરથી ઊતરીને રૂમમાં ગયા. ત્યાં પ્રતિષ્ઠાના વિરોધની હિલચાલે અને તેની સામેનાં પગલાંની વ્યવસ્થા અંગે મતભાઈ સાથે વિચારણા કરી. પિતાના નામે નિવેદન બહાર પાડવું ઠીક લાગે કે કેમ તેની સલાહ પણ પૂછી. મફતભાઈએ “અત્યારની પરિસ્થિતિમાં જરૂર નથી” એમ કહેતાં તે વાત માની લીધી. - અગિયાર વાગે તબિયત અનુકૂળ ન હોવા છતાં સૌના ભાવથી ખેંચાઈને પગલાં કરવા ગયા. એમાં પં. મફતલાલનો પણ વિશેષ આગ્રહ હતો, એટલે એમને ત્યાં ગયા. ત્યાં જઈને મફતભાઈને કહેઃ “છાના ઘરે , પ્રારબ્ધ ત્રિપિં મત-પ્રારબ્ધ ત્રણ જાતનાં હોય છેઃ એક ઈચ્છા પ્રારબ્ધ; બીજું અનિચ્છા પ્રારબ્ધ; અને ત્રીજુ પરેચ્છા એટલે દાક્ષિણ્ય પ્રારબ્ધ. પોતાની ઈચ્છા ન હોય તોય બીજાને માટે બીજાની ઇચ્છાથીકરવું પડે, તે પછી પ્રારબ્ધ કહેવાય. આ માટે અહીં નહોતું આવવું, પણ તારે માટે આવવું પડ્યું, એ દાક્ષિણ્ય-પ્રારબ્ધ કહેવાય.”
એટલે પં. મફતલાલ (એમની પત્ની તરફ આંગળી ચીંધીને) કહેઃ “આપનાં પગલાં કરાવવાનું આમનું બહુ મન હતું, સાહેબ!”
આ સાંભળતાં જ કહે: “હું એટલે જ આ છું, એમની ઈચ્છા હતી માટે આ છું; તારે માટે નથી આવ્યો.” ને સૌ હસી પડ્યાં.
એક વૃદ્ધ માજી માંદા હતા, એટલે અહીંથી તેમને ત્યાં ગયા. એમને ચાર શરણાં વગેરે સંભળાવી ઉપાશ્રયે પધાર્યા.
રાત્રે શ્રી રતિભાઈ દેસાઈ આવ્યા. એમની સાથે જૂની વાતોના અદ્દભુત રંગે ચડ્યા.
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org