________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૬] છાપવાની રજા માંગી. ત્યારે મને કહેઃ “હમણાં પેઢીની વિનતિથી પ્રતિષ્ઠા માટે જઈએ છીએ, એવું લખાવતો નહિ. યાત્રા માટે જઈએ છીએ, એમ જ લખાવજે.” મને આશ્ચર્ય થયું. પણ, એમના અંતરના ઊંડાણને પામવાનું આપણું શું ગજું?
રાત્રે પેઢીના બે મેનેજર શ્રી શિવલાલભાઈ તથા શ્રી ઠાકર આવ્યા. એમને નઝરબાગમાં મહોત્સવ કરવાની, નવકારશીઓ વડે કરવાની, છાપાંના રિપોર્ટરોને માહિતી આપવાની વગેરે અનેક સૂચનાઓ કરી. વિરોધીઓના પ્રતિકાર માટેના પગલાં પણ સૂચવ્યાં.
એ વખતે મેં કહ્યું: “એ તે આપના નામે પાલિતાણા પહોંચ્યા પછી એક નિવેદન બહાર પાડવું પડશે.”
ત્યારે કહેઃ “એ વાત બરાબર છે. હમણાં જ બહાર પાડી દઈ એ; તું પિઈન્ટ ટાંકી રાખજે.”
મેં કહ્યું: “સાહેબ! એકદમ ઉતાવળ નથી કરવી, પાલિતાણા પહોંચીએ, કઈ જવાબદાર વ્યક્તિ (વિરોધી) જાહેરમાં આવે, પછી આપણે વિચાર કરવાને. રતિભાઈ ને મફતભાઈની સલાહ પણ લઈ લઈશું.”
આ વાત એમને જચી ગઈ. કહેઃ “કાલે મફતલાલને બોલાવીને વાત કરવાનું ધ્યાન રાખજે.”
એક નવલહિયા યુવાનને પણ પ્રેરણા આપે એ ઉત્સાહ, અડગતા અને શક્તિ એમના પ્રત્યેક વચનમાં ને પ્રત્યેક પ્રવૃત્તિમાં નીતરતાં હતાં. એનાં દર્શન પણ જેનારામાં જુસે ને તાકાત પ્રેરતાં હતાં.
૪૬
છેલ્લા દિવસે માગશર વદિ ત્રીજની સવાર ઊગી. વાતાવરણ વાદળિયું હતું. શિયાળાની ઋતુ હાઈ સ્વાભાવિક ઠંડક વ્યાપી હતી. - પાંજરાપોળમાં માનવમેદની વહેલી સવારથી જ ઊભરાવા લાગી હતી. આજે એમના પરમશ્રદ્ધય, હેતાળ મહારાજ સાહેબ વિહાર કરી જવાના હતા. હવે દિવસ સુધી એમનાં દર્શનનો ને આશીર્વાદનો લાભ નહોતે મળવાને. એટલે આજે મન ભરીને એ લાભ લઈ લેવાની જાણે પડાપડી ચાલતી હતી. મહારાજ સાહેબ જાય છે, એ વિચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org