________________
[૧૬૬]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ બપોરે પં. બેચરદાસજી આવ્યા. એમના પુત્ર ડો. પ્રબોધ પંડિતનું તાજેતરમાં જ અવસાન થયું હોઈ, એ અગે એમને આશ્વાસન આપ્યું. પૂજ્યશ્રીને નિખાલસ, ઉદાર સ્વભાવ અને એ સ્વભાવ તરફ પંડિતજીને અપૂર્વ અહોભાવ આજે જોવા મળ્યા.
માગશર વદિ ૧:
આજે બપોરે શેઠ કસ્તુરભાઈ આવ્યા. એમને કહેઃ પ્રતિષ્ઠા અટકાવવા માટે વિધીઓ એઓર્ડરની તજવીજમાં છે, માટે પાકો બંદોબસ્ત રખાવજે. ગમે તે ભોગે, પ્રતિષ્ઠા કરવી જ છે.” શેઠે પણ એવી જ મક્કમતા દાખવી.
રાત્રે મને કહેઃ “આ વખતે વિહારમાં બીજુ કાંઈ ભણવાનું (નવું) થાય એમ નથી લાગતું. મારે વિચાર થાય છે કે તને ને દાનવિજયને જ્યોતિષ કરાવું. આરંભસિદ્ધિ હોય તો લઈ લેજે. ટાઈમ મળશે ત્યારે કરાવીશ.”
એમનાં વ્યાખ્યાનોનો સંગ્રહ છપાઈને તૈયાર થઈ રહ્યો હતો. એના ફર્મા એમને બતાવ્યા. એ જોઈને સતેષ પામ્યા. મેં પૂછ્યું: “સાહેબ ! આપના વખતમાં આવી પ્રથા નહોતી, પણ અત્યારે એવી પ્રથા છે કે પુસ્તક કોઈને સમર્પણ કરાય. આ કોને સમર્પણ કરવું?”
કહેઃ “કસ્તૂરસૂરિજીને જ સમર્પણ કરવાનું.” માગશર વદિ ૨ :
આજે બપોરે ડો. સુમનભાઈ શાહ તથા ડે. છોટુભાઈ આવ્યા. તબિયત તપાસી. એ વખતે ગમ્મતમાં ડોકટરને પૂછેઃ “મારું હાર્ટ તે મજબૂત છે ને? વિહાર કરું તો વાંધો નથી ને?”
ડોકટર કહેઃ “આપનું હાર્ટ તો કોઈનું ન હોય એવું મજબૂત છે. તબિયત જતાં શરદીની પ્રકૃતિ છે અને શિયાળો છે, એટલે વિહાર માટે સીઝન તે સારી ન કહેવાય. પણ આપને ડોળીમાં જવાનું, નાના નાના વિહાર કરવાના, દવા બરાબર લેવાની અને બરાબર ઓઢવાનું, એટલે વાંધો નથી.” પછી ડોકટર પૂછેઃ “પણ કમુરતાંમાં વિહાર થાય ?”
કહેઃ “બીજાં કાર્યો કમુરતાંમાં ન કરીએ, પણ યાત્રામાં કમુરતાનો દોષ નથી ગણતો.”
બપોરે મને કહેઃ “પારમ (સ્વાધ્યાયસંગ્રહ)ની પડી લઈ લેજે. મારી પાસે એ કાયમ રાખું છું, પણ આજે હાથ નથી આવતી. તું લઈ લેજે. મેં કહ્યું: “મારી પાસે એ રાખું જ છું, સાહેબ!” તો કહેઃ “બસ, તે વાંધો નહિ.”
સાંજે “ જનસત્તાના રિપોર્ટર શ્રી રમેશભાઈ આવ્યા. તેમણે વિહારના સમાચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org