SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૪ ] આ. વિ.નંદનસૂરિ-સ્મારકત્ર થ કરવા લાગ્યા. વિરોધીઓની ખતરનાક વિાધ-પ્રવૃત્તિ, અને ઉજવણીથી થનાર ફાયદા, —એ બંને આનું નિમિત્ત હતાં. ખ'ભાતથી શ્રી વિજયન‘નસૂરિજી અમદાવાદ આવ્યા. શ્રીસ`ઘના આગ્રહથી ત્યાં ચામાસુ રહીને ઉજવણીનુ યશસ્વી નેતૃત્વ એમણે સ‘ભાળ્યું. આ ચામાસા દરમિયાન વિધીઓ તરફથી અનેકવિધ ઝાવાતી પ્રવૃત્તિએ થઈ. વિવેકને સૂકીને એમણે વિરાધના શકય એટલા માર્ગો અપનાવ્યા. અસત્યના નિઃસાચ વપરાશ એમનુ· હથિયાર હતા. શેઠ કસ્તૂરભાઈ તથા શ્રી વિજયન‘દનસૂરિજી વગેરે વ્યક્તિઓના તેજોદ્વેષ, અને એવી બીજી અનેક વાતા એમના વિરોધની આગમાં ઘી જેવુ કામ કરતી હતી. આ પ્રવૃત્તિએ એવી સખત અને સતત ચાલુ રહી કે કાચાપોચા હોય તે બધું છેડીને ભાગી જ છૂટે ! પણ આ તે વિજયનંદનસૂરિજી હતા. એમના પેટનું પાણીય હાલે એમ ન હતું. એ ઠંડે કલેજે મુબઈ અને અમદાવાદમાં બનતા બનાવાને નિહાળ્યા કરતા હતા; ઉજવણી કરનારાઓ ઢીલા ન પડી જાય એ માટે એમને ઉત્તેજન-પ્રેત્સાહન આવ્યે જતા હતા. વિરોધની એમને મન કશી જ કિંમત ન હતી, એની સામે આંદોલન ચલાવવાની કાઈ કે વાત કરી તેા કહે ઃ “ અલ્યા ! આવાની સામે વળી આંદોલન શાં ? આંદોલન કરીને એને પ્રત્સાહન આપવુ છે ? આ તો ચામાસાના અળશિયા જેવુ છે. ચામાસુ` પૂરુ થશે ને પાછું ધરતીમાં સમાઈ જશે. એને બહુ જોર ન આપવું.’ વિરાધીઓએ એમને મળવા, એમને સમજાવવા ઘણા પ્રયત્ના કર્યાં. પણ વ્યર્થ, આની સામે ઉજવણીને માનનારો વર્ગ પણ નિષ્ક્રિય ન હતા; એ એના કાર્યમાં સક્રિય હતા. વિરોધીઓના વિરોધની આગ પર ઠંડુ પાણી રેડવાનુ અને ઉજવણીનું રચનાત્મક કાર્ય કરવાનું એ વનું કામ હતું, આમ ને આમ દિવાળી આવી. આસા વદ અમાસ ને તા. ૧૩-૧૧-૧૯૭૪ના દિવસે ભગવાન મહાવીરદેવના ૨૫૦૦મા નિર્વાણ-કલ્યાણક દિવસ હતા. એ ઐતિહાસિક દિવસને અનુલક્ષીને ભારત સરકારે, ભારતના દરેક પ્રાન્તાની સરકારએ, અને ભારતભરના તમામ જૈનોએ વિશિષ્ટ અને વિવિધ મ’ગલ કાર્યક્રમા ચાયા હતા. અમદાવાદના શ્રીસંઘે પણ શ્રી વિજયનંદનસૂરિજીની નિશ્રામાં ભવ્ય મહોત્સવ ચૈાયા હતા. શેઠ હઠીભાઈની વાડીમાં એ મહાત્સવ ઊજવાયા. શાનદાર વરઘેાડા, ગુણાનુવાદ સભા, અષ્ટોત્તરી સ્નાત્ર આદિ કાર્યક્રમો તથા જીવયા, સાધર્મિક ભક્તિ, અનુકપાદાન વગેરે પ્રવૃત્તિઓ ખૂબ સુંદર રીતે થઈ. આ પ્રસંગે શ્રી વિજયનદનસૂરિજીએ કરેલ. પ્રવચન ખૂબ મનનીય અન્યુ. જૈનધર્મની સાચી વિશાળતા કેવી છે ? અને એ વિશાળતાનુ સ્થાન સ`કુચિતતાએ લઈ લેતાં અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે ?-એનુ એમાં એમણે ખૂમ હૃદયસ્પશી મયાન કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy