SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૧૫૫] આ ઉપરાંત, એમણે એક કાર્ય એવું કર્યું કે જેનાથી વિરોધીઓની આજ સુધીની તમામ પ્રવૃત્તિઓને જવાબ આવી જાય ને એની નિરર્થકતાનું સૌને ભાન થઈ જાય. એમનું એ કાર્ય હતું: ભારતના વડાપ્રધાન, માનનીય શ્રીમતી ઇન્દિરા ગાંધીને, રાષ્ટ્રપતિને અને અખિલ ભારતીય નિર્વાણ-મહોત્સવ સમિતિને ઉજવણીના કાર્ય અંગે પત્ર તથા તારથી પિતાના શુભાશીર્વાદ પાઠવવાનું. ઉજવણીને આવકાર આપવા પાછળનો પિતાને શુભ આશય તા. ૮-૧૧-૧૯૭૪ના પિતાના પત્રમાં વ્યક્ત કરતાં તેઓએ લખ્યું હતું કે– આપના અધ્યક્ષપણ નીચે, રાષ્ટ્રીય ધોરણે, ઊજવાઈ રહેલ ભગવાન મહાવીરના પચીસમાં નિર્વાણ મહોત્સવ પ્રસંગે અમે અમારાં હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. અત્યારે આખું વિશ્વ વિનાશના પંથે આગળ વધી રહ્યું છે. શાંતિમય સહઅસ્તિત્વ, બીજાના અભિપ્રાય અંગે સહિષ્ણુતા, સાપેક્ષ મૂલ્યોનો સિદ્ધાંત, અનેકાંતવાદ, અહિંસા, અને સૌ પ્રત્યે વિશ્વવ્યાપી બ્રાતૃભાવ–ભગવાન મહાવીરે ઉપદેશેલા આ પાયાના સિદ્ધાંત માનવસમાજને વિનાશના પથે જ રેકશે અને ફરી પાછું વિશ્વને સૌને માટે શાંતિ અને સમૃદ્ધિના માર્ગે દોરશે. વિશ્વભ્રાતૃભાવ, શાંતિ, સમૃદ્ધિ અને દુનિયાના નૈિતિક તથા આધ્યાત્મિક ઉત્થાનનું ધ્યેય હાંસલ કરવા માટે, ભગવાન મહાવિરના પાયાના ઉપદેશેને, દરેક કક્ષાએ, વિશાળ પાયા ઉપર, ફેલાવે અને પ્રચાર કરવામાં આવે એ જરૂરી છે. અમે આ બાબતમાં આપને તા. ૬-૧૧-૧૯૭૪ના રોજ તાર કર્યો છે. વિશ્વશાંતિ અને ભારતના કલ્યાણ તથા ઉત્કર્ષમાં આપ આપને ફાળો આપી શકે એ માટે અમે આપને લાંબું આયુષ્ય ઈચ્છીએ છીએ.' ૧. અંગ્રેજીમાં લખાયેલ મૂળ પત્ર આ પ્રમાણે છે– We tender our heartiest congratulations and good wishes for the celebrations of the liberation of Bhagvan Mahavir's 2500th anniversary at the national leval under your Chairmanship. The world at large, at present proceeds towards the path of destruction. The peaceful coexistence, tolerance of others' opinion, theory of relative values, Anekantvad, non-violence and universal brotherhood for all, these fundamental principles preached by Bhagvan Mahavir will stop the humanity going towards destruction and again will lead the world to the path of peace and prosperity for all, for achieving Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy