________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૫૩] પ્રચાર જોરશોરથી ચાલુ છે. એથી સામાન્ય જનતાની મતિ મૂંઝાઈ રહી છે કે સાચું શું? એ લોકોને સાચું જણાવવાની ખાસ અગત્ય છે. માટે આપ સાહેબ, એક જાહેર નિવેદન આપો તો સારું. આ૫ જે કહેશે, તેની અસર લોક પર ખૂબ જ સારી થશે.”
એટલે શ્રી વિજયનંદસૂરિજીએ પોતાની માન્યતા સ્પષ્ટ કરતું એક નિવેદન જાહેર કર્યું. આ રહ્યું એ નિવેદન–
આપણું આસન્નઉપકારી ચરમતીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ૨૫૦૦માં નિર્વાણ-કલ્યાણકની રાષ્ટ્રીય ધોરણની ઉજવણીમાં અમારે વિરોધ નથી. વિરોધ કરે, એ પણ ડહાપણભર્યું કામ નથી. તેમ વિરોધ કરવો તે ભવિષ્યમાં શ્રી જૈન સંઘને તથા જૈન તીર્થોને નુકસાનકારક છે, એમ અમારું માનવું છે.
“આ માંગલિક પ્રસંગને અનુલક્ષીને શ્રી મહાવીરસ્વામી ભગવાનના શ્રદ્ધાવંત અને ગૌરવવંતા અનુયાયી સમગ્ર શ્રી જૈન સંઘને કલ્યાણક-મહામહોત્સવ ઊજવવા સાથે રચનાત્મક કાર્યો કરવા-કરાવવા અમારે અનુરોધ છે.”
આ નિવેદનની ધારી અસર થઈ. ઉજવણમાં માનનાર વર્ગ આથી વધુ ઉત્સાહિત બન્યો. સામાન્ય જનતાની દ્વિધા દૂર થઈ ને રચનાત્મક કાર્યોમાં વેગ આવ્યો..
વિરોધપક્ષે વિરોધના ઘેલછાભર્યા આવેશમાં એક કાર્ડ છપાવ્યું હતું. એમાં લખવામાં આવ્યું હતું કે “વીરને નિર્વાણ-મહોત્સવ એ હકીકતમાં તો વીરશાસનને જ નિર્વાણ-મહોત્સવ જણાય છે. ”
આ કાર્ડ સાંવત્સરિક ક્ષમાપના અંગેનું હતું. એક વ્યક્તિએ એ કાડ શ્રી વિજય નંદનસૂરિજી પર પણ કહ્યું હતું. એ વાંચીને એમના હૈયામાં પારાવાર વેદના થઈ. શ્રી જિનશાસન પરની શ્રદ્ધાના મૂળમાં કુઠારાઘાત કરતી આ પંક્તિનાં જવાબમાં એમણે લખ્યું
ભગવાન મહાવીર પરમાત્માનું શાસન તો હજી એકવીસ હજાર વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલવાનું છે. આ આગમવચન પર જેને શ્રદ્ધા ન હોય, તે વ્યક્તિ જ આવા શબ્દો લખી શકે.”
પણ ઝનૂને ચડેલા વિરોધીઓ ઉપર આની અસર ન થઈ. એમને વિરોધ વચ્ચે જ ગયો. પણ આનું એક સારું પરિણામ એ આવ્યું કે ખંભાત આવેલા પેલા ગૃહસ્થની માન્યતા ઉજવણીના વિરોધની હતી, તે બદલાઈ ગઈ અને તેઓ ઉજવણીની તરફેણ २०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org