________________
વાત્સલ્યનિધિ સદ્યનાયક
[ ૧૪૯ ]
આચાર્ય પદવી અષાડ શુદ્ધિ દશમે કરી. એ સાંજે એમના મુખમાંથી શબ્દો નીકળેલા : “મારી અંતરની ઈચ્છા ત્રણ વર્ષથી હતી કે સૂર્યોદયને આચાર્યપદ આપું. એ આજે મારા હાથે જ પૂરી થઈ. હવે મારે કોઈનીય પદવી કરવી નથી. ”
ખૂબ સાહજિક રીતે ખેલાયેલા આ શબ્દો અગમવાણી બની રહ્યા. એ પછી એમના હાથે કાઈનીય પદ્મવી ન થઈ.
‘શાસનસમ્રાટ’ ગ્રંથનું પ્રકાશન, એમને મન જીવનના પરમ ધન્ય પ્રસગ હતા. અને ગુરુભગવ'તની ભક્તિના અવસર કયા નિષ્ઠાવાન ગુરુભક્ત શિષ્યને માટે ધન્ય ન હાય ભલા ? આ દિવસે તેઓ ગદ્દગઢ બની ગયેલા.
અમદાવાદના પાલડી વિસ્તારમાં શ્રી વિજયમહિમાપ્રભસૂરિજીની પ્રેરણાથી શ્રી મહિમાપ્રભસૂરિજ્ઞાનમ`દિર તથા શ્રી વાસુપૂજ્યસ્વામી જિનમંદિરનું નિર્માણ થયુ છે. એ જિનમદિરની પ્રતિષ્ઠા એમણે સ. ૨૦૩૧માં કરાવી.
પાંજરાપોળમાં શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં એ મનેાહર દેરીઓમાં પરમપૂજ્ય મુનિરાજ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજની તથા શ્રી સૂરિસમ્રાટની ભવ્ય અને નયનાહ્લાદક મૂર્તિએ બિરાજતી હતી. તેની પ્રતિષ્ઠા બાકી હતી. સ. ૨૦૩૧માં શ્રી વિજયહિમાપ્રભસૂરિજી તથા શ્રી વિજયસૂર્યદયસૂરિજી વગેરેની વિનતિ–પ્રેરણા થતાં તેની પ્રતિષ્ઠા કરાવી,
શાસનપ્રભાવનાનાં આવાં તે અનેકાનેક કાર્યો એમના હાથે ને એમની નિશ્રામાં થયાં. અહી તે એ કાર્યમાંનાં કેટલાંકના જ નિર્દેશ કર્યાં છે.
ખરી રીતે તેા, એમના જીવનની એક એક પળ શાસન માટે સમર્પિત હતી. અનેકવિધ મુહૂર્તો જોવામાં, સ`ઘના અનેક અટપટા પ્રશ્નોનુ' ને ગૂંચવણાનુ' નિરાકરણ કરવામાં, ને સ્વ-પરગચ્છનાં સાધુએ અને સાધ્વીઓની હેતભરી વિશ્રામણા-કાળજી કરવામાં એમને વ્યસ્ત રહેતા જેણે જોયા હશે, એ જ એમની સાચી શાસનપ્રભાવનાને મૂલવી શકશે, સમજી શકશે. ને અનુમાદી શકશે.
૪૩
પચીસમી નિર્વાણુ શતાબ્દી : સફળ નેતૃત્વ
ભગવાન મહાવીરદેવના ૨૫૦૦ નિર્વાણ-મહાત્સવ, આ યુગની શકવતી ઐતિહાસિક ઘટના અની. આ ઘટનાને પૂર્ણ રૂપે સફળ બનાવવામાં અને તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org