________________
[૧૪૮]
આ. વિનંદનસૂરિ-સ્મારકગ્રંથ તેમાં સંમતિ છે, અને તમારા પૂજ્ય ગુરુદેવની પણ સંમતિ અને અનુમતિ જરૂર મેળવી લેશે. શ્રી કલ્પસૂત્ર તથા શ્રી બારસાસૂત્ર પણ ત્યાં અંચલગરછવાળાઓને સંભળાવવામાં અમને કોઈ હરક્ત જણાતી નથી.”
આવી ઉદાર વિચારધારા એમને સર્વમાન્ય બનાવે એમાં શી નવાઈ ?
શાસનપ્રભાવના . એમના સાંનિધ્યમાં, એમના હાથે, અગણિત ભાઈ-બહેનની દીક્ષા થઈ, અનેક સાધુ-સાધ્વીઓની વડીદીક્ષા અને પદવીઓ થઈ અસંખ્ય ધર્માનુષ્ઠાનો થયાં.
સં. ૨૦૨લ્માં સુરિસમ્રાટની જન્મશતાબ્દીને પાવન અવસર આવ્યું. કેટલાક તરફથી પુછાવવામાં આવ્યું, આપણુથી (જેનોથી) શતાબ્દી ઊજવી શકાય ખરી ?
એમણે હા કહી; કહ્યું કેઃ જન્મ તે શ્રી જિનેશ્વરદેવ સિવાય કોઈને પ્રશસ્ત નથી હોતો, પણ આપણે ગુરુભગવંતની શતાબ્દી ઊજવવા દ્વારા શ્રી દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ અને શાસનની પ્રભાવના જ કરવાની છે. તો પછી શા માટે ન ઊજવવી?
અને એમણે પોતે એ ઊજવી. અને એમના આદેશ–અનુરોધથી સર્વત્ર એની શાનદાર ઉજવણી થઈ.
તિથિ-મતભેદ શરૂ થયે ત્યારથી ખંભાત સંઘ બે વિભાગમાં વહેચાઈ ગયે હતે. પરંપરાનુસારી શ્રી સ્તંભતીર્થ તપાગચ્છ જૈન સંઘ હતો. એ સંઘની ભાવના ઘણાં વર્ષોથી ઉપધાન તપ કરાવવાની હોવા છતાં એ થતાં ન હતાં. સં. ૨૦૨નું ચોમાસું શ્રી વિજયનંદનસૂરિજી ખંભાતમાં રહ્યા હતા. શ્રીસંઘે કહ્યું : “આપ સાહેબ આ વાત લક્ષ્યમાં લે, તે અમારા સંઘમાં ઉપધાન ચોકકસ થઈ જાય.” એમણે એમાં રસ લીધો અને ચોમાસા પછી સં. ૨૦૩૦માં ઉપધાનતપની ભવ્ય આરાધના કરાવી. આ અરસામાં ત્યાં સૂરિસમ્રાટના ગુરુમદિરની પ્રતિષ્ઠા, બળપીપળાના શ્રી ચંદ્રપ્રભસ્વામીના જિનાલયની પ્રતિષ્ઠા તથા અન્ય અનેક ધર્મકાર્યો કરાવ્યાં.
ખંભાતથી તેઓ અમદાવાદ આવ્યા. સં. ૨૦૩૦ના અષાડ મહિને એમણે પિતાના અંતરથી કરવા ધારેલાં બે કાર્યો કર્યા : એક, પોતાની નિશ્રામાં રહેલા પંન્યાસ શ્રી સૂર્યોદયવિજયજી ગણિને આચાર્ય પદપ્રદાન; અને બીજુ, સૂરિસમ્રાટના જીવનચરિત્ર શાસનસમ્રાટ’ નામે ગ્રંથનું પ્રકાશન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org