________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૨૩] આગ્રહ ન રાખતાં, એની સાથે જ એમણે ૧૯૯રથી શરૂ થએલી નવી પ્રણાલિકાને નિર્દેશ કરવા સાથે ઉમેર્યું :
તે હવે તિથિ-આરાધનના તે મતભેદના ઉકેલ લાવવામાં અને એકમત થવામાં તેઓની શી ઈચ્છા છે, અને કઈ રીતે તેઓ એકમત થવા ઈચ્છે છે?આ બાબતમાં તે વર્ગમાંથી વયેવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિજી વિગેરેના ચેકસ વિચાર સ્પષ્ટ રીતે તમારે પહેલા જાણી લેવા જરૂરી છે. તેથી તે બાબતની વિશેષ વિચારણામાં સાનુકૂળતા રહેશે અને ઉચિતતા જળવાશે એવું અમારું માનવું છે.”
શ્રી વિજયનંદનસૂરિજીના સૂચન અનુસાર, બન્ને પક્ષને સંમત નિર્ણય થાય તે સારું, એવા ઈરાદાથી શેઠે વાટાઘાટે ચલાવી. પણ, સામા પક્ષે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવાની અને સંવત્સરી પણ પિતાની માન્યતાની ચાલુ રાખવાની શરતે બાકીની પર્વતિથિઓની નવી પ્રણાલિકા છોડવાની વાત મૂકી. કેઈ પણ તટસ્થ અને સમજુ વિચારક વ્યક્તિ નામંજૂર કરે એવી આ વાત હતી.
આમ થવાથી, કશું પરિણામ આવવાની આશા–શક્યતાઓ ઘટી ગઈ. આખરે શેઠે એ વિશેની વાટાઘાટ અને હિલચાલે બંધ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું :
ગુરુવાર તા. ૭-૮-૫૮ના રોજ સંવત્સરીની આરાધના એક જ દિવસે કરવાની સૌ આચાર્ય મુનિ-મહારાજની સંમતિથી આવતાં જૈન જનતામાં અનેરો ઉમંગ આવ્યો હતો.
ત્યારબાદ તિથિ-આરાધના પણ એક જ દિવસે કરવા સારુ મેં અનેક પ્રયત્ન કર્યો, છતાં તેમાં સફળતા મળી નથી. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, અમુક આચાર્યમુનિરાજોને બાદ કરતાં, મેટા ભાગના બંને પક્ષેનું વલણ એવા પ્રકારનું છે કે જેમાં તેઓ સમજ્યા તે સાચું મનાવવાની તમન્ના સેવાઈ રહી છેજ્યારે તેથી જૈન સંસ્કૃતિ અને સમાજને કેટલું પારાવાર નુકશાન થઈ રહ્યું છે અને થવાનું છે તે તેમના ધ્યાન બહાર રહે છે.” (“ગુજરાત સમાચાર', તા. ૯-૧૨-૫૮)
અને તિથિચર્ચાને પ્રશ્ન જેમ હતું તેમ જ કાયમ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org