________________
[૧૧૪]
આ. વિ.નર્દનસૂરિ-સ્મારકગ્રંથ - બોલાય તે કોઈ પણ સંયોગોમાં જરાય વ્યાજબી નથી, એટલું જ નહિ, પણ તદ્દન બેટી રીતે ગેરસમજ ઊભી કરાવી તે પૂજ્ય મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે.”
શેઠ કેશવલાલ લલુભાઈ ઝવેરીએ અમોને અહીં મુનિસમેલન અંગે બોલાવેલા છે, તે કાંઈ અમારા પૂજ્ય મહાપુરુષો માટે આવા અગ્ય અને અનુચિત શબ્દોવાળી ભાષા સાંભળવા માટે લાવ્યા નથી. અને અમો મુનિસંમેલનમાં આવ્યા છીએ, તે પણ અમારા પૂજ્ય મહાપુરુષો માટે આવી રીતના અસભ્ય શબ્દોવાળી ભાષા સાંભળવા હરગિજ નથી આવ્યા. એટલે હાલ બીજી વિચારણા સ્થગિત કરી પ્રથમના તબકકે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ અમારા પૂ. વડીલે પ્રત્યેની તે શબ્દવાળી ભાષા શ્રી શ્રમણસંઘ સમક્ષ પાછી ખેંચી લેવી જોઈએ. અને તેવી ભાષા બેલ્યાની પોતાની ભૂલને માટે શ્રી શ્રમણસંઘ સમક્ષ એમણે જાહેર માફી માગવી જોઈએ, એવી મારી શ્રી શ્રમણસંઘ પાસે નમ્ર માગણી છે.”
આ પછી સમેલનમાં ખાસું ડહોળાણ થયું. એ પછી તે બંને પક્ષ પોતપોતાની પક્કડમાં વધુ દઢ થઈ ગયા. એક પક્ષને કદાગ્રહ હતો કે બારપીની ચર્ચા કરવી જ જઈ એક બીજા પક્ષને સત્યાગ્રહ હતું કે બારપર્વની ચર્ચા ન જ કરી શકાય.
આનો રસ્તે લાવવા માટે શાંતિ ને સમાધાનના પરમ ચાહક શ્રી પુણ્યવિજયજી મહારાજે એક માર્ગ મૂક્યો કે –
અવાજ એમ આવેલ છે કે ઉદયસૂરિ મહારાજ, માણેકસાગરસૂરિજી મહારાજ, હર્ષસૂરિજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ અને પ્રેમસૂરિજી મહારાજ આ પાંચ બુઝ પુરુષો આ બાબતમાં વિચારણા કરે કે આપણે શું કરવું અને કેવી રીતે નિર્ણય લાવ ? એઓ જ આ કાર્ય કરી લે.”
આ માર્ગ પર પિતાનું ખાસ હેતુસરનું મંતવ્ય રજૂ કરતાં શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ કહ્યું : “જેઓ યોગ્ય રીતે શાસ્ત્રો જોઈ શકે, સમજી શકે, વિચારી શકે, તેવા યોગ્ય મહાપુરુષને આ કાર્ય સંપીએ તો થોડા વખતમાં શાસ્ત્રોની વાતોનું સ્પષ્ટીકરણ કરી શકીએ. વગેરે.”
આ સાંભળીને ઘણું સમસમી ગયા. એ દિવસને કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ શ્રી વિજયેલમણુસૂરિજી દડદડ પાંજરાપોળના ઉપાશ્રયે આવ્યા ને શ્રી વિજયનંદનસૂરિજીને કહે : “આપને આમાં કાંઈ કરવું છે કે નહીં ? હવે તે હદ થાય છે.”
વિજયનંદનસૂરિજી કહે : “હું શું કરું? તમારે કરવું જોઈએ ને?” વિજયલક્ષણસૂરિજી કહે : “પણ આપ જ કાંઈ કરો ને !” વિજયનંદનસૂરિજી કહે : “હું જે કરું એ કાલે જે જે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org