________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૩] આને વ્યવસ્થિત ઉત્તર આપતાં શ્રી વિજયનંદનસૂરિજીએ જણાવ્યું : “ શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ બુઝર્ગ છે, મહાપુરુષ છે, અને સૌને પૂજનીય છે, એ બરાબર છે. પણ તે છતાં, તેઓ અત્યારે એક પક્ષમાં છે. અને એક પક્ષકાર હોવાને લીધે તેમનું વચન પુરા ન ગણાય. કેર્ટ પણ તેમના વચનને પુરા ન માની શકે. અને અમારે તો લેખિત પુરાવો જોઈએ છે. આ તે મૌખિક છે. એ ન ચાલે. લેખિત રજૂ કરે.”
થયું. સામા પક્ષનું બળવાન હથિયાર બૂડું કર્યું. હવે તેમણે નવી જ તરકીબ કરી. શ્રી ગંભીરવિજયજી મહારાજ તથા શ્રી પ્રતાપવિજયજી મહારાજ વગેરે પૂના પત્રો, જે વિચારણાસ્વરૂપ જ હતા, નહિ કે પ્રરૂપણ કે આચરણરૂપ, તેને પાંચમને ક્ષય કર્યાના પુરાવારૂપે રજૂ કર્યા.
પણ શ્રી વિજ્યનંદનસૂરિજીની જાણ બહાર કાંઈ જ ન હતું. એમણે તો લાગેલે જ પ્રશ્ન મૂક્યો : “ગંભીરવિજયજી મહારાજે ને પ્રતાપવિજયજી મહારાજે પાંચમના ક્ષયની આચરણ કરી છે ?”
જવાબ મળ્યો નથી કરી.” પૂછ્યું: “તે એને આચરણાના લેખિત પુરાવારૂપે કેમ રજૂ કરાય છે ?”
સામે પક્ષ થવા. એણે આડેધડ જવાબ વાળ્યો: “આચરણ કરતાં પ્રરૂપણા કરનાર વધારે ગુન્હેગાર છે, એમ અમે માનીએ છીએ. માટે આ પત્રોને પુરાવારૂપે રજૂ કર્યા છે.”
આ સાંભળતાં જ શ્રી વિજયનંદનસૂરિજીને પુણ્યપ્રકોપ પ્રવળી ઊઠયો. એમણે ખૂબ ગંભીર રીતે કહ્યું : - “વિશેષમાં, તે (પાંચમનો ક્ષય કર્યાના પુરાવાની) ચર્ચાના પ્રસંગમાં વિજયરામચંદ્રસૂરિજી ૧૫રનો પૂજ્ય શ્રી પ્રતાપવિજયજી ગણિ મહારાજનો પત્ર વાંચી સંભળાવે છે, પછી પૂજ્ય પં. ગંભીરવિજયજી મહારાજનો પત્ર તથા પૂ. ઉપાધ્યાય દયાવિજયજી મહારાજને પત્ર પણ યાદ કરે છે; જે પૂજ્યશ્રીઓના પત્રો વિચારણારૂપ છે, પણ આચરણારૂપ નથી જ, એ વાત ચારે દિવસની ચર્ચામાં અનેક વાર નિશ્ચિત થઈ ચૂકી છે, છતાં તે પત્રોની બાબતમાં વિજયરામચંદ્રસૂરિજી પોતાના મનસ્વીપણે “વિચારણું” શબ્દને ઠેકાણે “પ્રરૂપણું” શબ્દ ગોઠવી દે છે; અને એ બોલે છે કે “આચરણ કરનારા ગુનેગાર છે; પણ પ્રરૂપણા કરનારા તો તેના કરતાં પણ વધારે ગુનેગાર છે.” આ રીતની અનુચિત, અગ્ય અને અક્ષત્તવ્ય શબ્દોવાળી ભાષા અમારા પૂજ્ય પરમોપકારી વડીલે માટે
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org